Baba Siddique Death News: અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના જણાવ્યાં અનુસાર આ હુમલો અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, પરંતુ ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા. પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી છે.
બાબા સિદ્દીકીના મોત બાદ એનસીપીએ આજે તેના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. NCPએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લખ્યું કે 'અમારી પાર્ટીના નેતા બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનને કારણે 13 ઓક્ટોબરે પાર્ટીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે.
બાબા સિદ્દીકીની હત્યા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે, 'બાબા સિદ્દીકીજીનું મોત આઘાતજનક અને દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. આ ભયાનક ઘટનાએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પર્દાફાશ કર્યો છે. સરકારે તેની જવાબદારી લેવી જોઈએ, બાબા સિદ્દીકી ઘણા વર્ષો સુધી કોંગ્રેસના સભ્ય હતા અને આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને એનસીપીમાં જોડાયા હતા.
બાબા સિદ્દીકીની હત્યા બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના મલબાર હિલ વિસ્તારમાં સ્થિત સીએમ આવાસની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ શિંદે સરકાર કાયદો અને વ્યવસ્થાને લઈને ટીકાકારોના નિશાના પર આવી ગઈ છે. વિરોધીઓનું કહેવું છે કે મુંબઈમાં ખરાબ કાયદો અને વ્યવસ્થાના કારણે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. કેટલાક નેતાઓએ તો આ મુદ્દે સીએમ પાસે રાજીનામાની માંગ પણ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526