પાટણથી પકડાયો મહાદેવ સટ્ટા એપનો ભાગીદાર, ફોનમાંથી મળ્યાં રૂ. 5213 કરોડના ટ્રાન્ઝેક્શન- Gujarat Post

12:25 PM Jul 29, 2024 | gujaratpost

પાટણઃ મહાદેવ સટ્ટા એપ મામલે ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છ પોલીસે મહાદેવ સટ્ટાબાજીની એપ સાથે સંકળાયેલા આરોપીની પાટણથી ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં 5,200 કરોડ રૂપિયાના વ્યવહારો બહાર આવ્યાં છે.

પોલીસના જણાવ્યાં અનુસાર ભરત ચૌધરી દુબઈથી પોતાના વતન પાટણ આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તે મહાદેવ બેટિંગ એપનો ભાગીદાર છે. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ભરત ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના મોબાઈલમાંથી સટ્ટાબાજીના 23 આઈડી મળી આવ્યાં હતા. ભરત ચૌધરીના મોબાઈલ ફોનની તપાસ કરતા સૌરભ ચંદ્રાકર અને અતુલના એકાઉન્ટ મળી આવ્યાં હતા. વોટ્સએપ ગ્રુપમાં સટ્ટા બજારની મહાદેવ એપના વાર્ષિક ટર્નઓવરની કુલ રકમ હજારો કરોડો રૂપિયા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યાં અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીએ તેના ભાગીદાર તરીકે અન્ય આરોપીઓનાં નામ પણ આપ્યાં છે.તેમાં સૌરભ ચંદ્રાકરનું નામ સામેલ છે. પોલીસના જણાવ્યાં અનુસાર તે હાલ દુબઈમાં રહે છે. આ સિવાય અતુલ અગ્રવાલ, દિલીપ કુમાર માધવલાલ પ્રજાપતિના નામ પણ સામે આવ્યાં છે. તે દુબઈમાં પણ રહે છે. ઉપરાંત ઝારખંડના ધનબાદના રહેવાસી રવિકુમાર સિંહનું નામ પણ સામે આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526