દબંગ મધુ શ્રીવાસ્તવનો શાયરાના અંદાજ, દુશ્મનોને આવી રીતે આપ્યો જવાબ

12:38 PM Nov 29, 2022 | gujaratpost

વડોદરાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. આક્ષેપ અને નિવેદનબાજી તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ ધર્મેન્દ્રસિંહને શાયરાના અંદાજમાં જવાબ આપ્યો છે.

ભાજપના પૂર્વ નેતા અને વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મંચ પરથી માઇકમાં કહ્યું કે, 'मैं वो इंसान हूं जिसे समुद्र की लहरे भी दूर-दूर भागती है, मैं वो इंसान हूँ जिसे मौत भी दूर-दूर भागती है। मौत की पुरजोर आंधी फिर जमीन से टकराईगी, वो वो टूट करके मारक खाख में मिल जाएगी' મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મધુ શ્રીવાસ્તવના 'ગોળી મારવાવાળા' નિવેદન પર વાઘોડિયાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વિના મધુ શ્રીવાસ્તવ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, 'ગોળી મારી દઈશ એવું કહેવાવાળાની 72 વર્ષની ઉંમર છે. દરબારને ગોળી મારવાનું કહેવાય નહીં, તે સામે ગોળી મારે.' જો કે, બીજા દિવસે ધર્મેન્દ્રસિંહે નિવેદન બદલી નાખ્યું હતું. બીજા દિવસે બંદૂકને બદલે ચોકલેટની ગોળી મારવાનું કહ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post