+

આ ષડયંત્ર છે ? રૂપાલા વિવાદમાં મારી ભૂમિકા સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશઃ ભરત બોઘરાનો બચાવ

રાજકોટ સહિત રાજ્યમાં રૂપાલાના વિરોધમાં ઠેર-ઠેર બેનરો લગાડવામાં આવી રહ્યાં છે અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજની મીટિંગો થઈ રહી છે રાજકોટઃ ગુજરાતમાં ક્ષત્રિઓ પરસોત્તમ રૂપાલા સામે આકરા પાણીએ છે. ક્ષત્રિય

રાજકોટ સહિત રાજ્યમાં રૂપાલાના વિરોધમાં ઠેર-ઠેર બેનરો લગાડવામાં આવી રહ્યાં છે

અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજની મીટિંગો થઈ રહી છે

રાજકોટઃ ગુજરાતમાં ક્ષત્રિઓ પરસોત્તમ રૂપાલા સામે આકરા પાણીએ છે. ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના નેતાનો જ હાથ હોવાની વાતો ચર્ચાતા જ રાજકારણ ગરમાયું છે. આ વિવાદમાં ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ ઉછળતા તેમણે ખુલાસો કરવો પડ્યો છે.તેમણે કહ્યું કે કેટલાક સમયથી આઈબીના નામે કેટલાક વિરોધીઓ વિવિધ માધ્યમો દ્વારા ખોટા અહેવાલો અને અફવાઓ ફેલાવી રહ્યાં છે. જેમાં કોઈ તથ્ય નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે ક્ષત્રિય આંદોલનમાં કથિત ભૂમિકા હોવાની વાત અંગે મને અને રાજકોટ શહેરના કોઈ ભાજપ કાર્યકર્તાને પ્રદેશ ભાજપનો ખુલાસો પૂછવામાં આવ્યો નથી. ભાજપે મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કર્યો નથી. અમારા કાર્યકર્તાઓએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું નથી. રાજકોટના દરેક આગેવાન કાર્યકર્તાઓ રૂપાલાને જીતાડવા પ્રયત્ન કરી રહ્યાં છે. ભરત બોઘરાએ એમ પણ કહ્યું કે, જો ક્ષત્રિય આંદોલનમાં મારી કોઈ ભૂમિકા સામે આવે તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. વિરોધ પક્ષના લોકો ખોટી રીતે મારું નામ ઉછાળી રહ્યાં છે.

નોંધનિય છે કે ભરત બોઘરા પણ રાજકોટ લોકસભા બેઠક માટે દાવેદાર હતા, પરંતુ ભાજપ આ બેેઠક પર અમરેલીના પરસોત્તમ રૂપાલાને લઇ આવ્યું અને સ્થાનિક નેતાઓને કોઇ મોકો મળ્યો નહીં, જેથી હવે સ્થાનિકો જ રૂપાલાના પાછળ પડી ગયા હોવાની ચર્ચાઓ ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter