+

રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી લડી શકે છે ચૂંટણી- Gujarat Post

(file photo) 22 વર્ષ બાદ ફરી અમરેલીના બે બળિયાઓ વચ્ચે થઈ શકે છે ટક્કર 2002માં રૂપાલાને હરાવી ધાનાણી બન્યાં હતા વિજેતા  રાજકોટઃ લોકસભાની ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાઇ ચુક્યું છે. ચૂંટણી પંચે

(file photo)

22 વર્ષ બાદ ફરી અમરેલીના બે બળિયાઓ વચ્ચે થઈ શકે છે ટક્કર

2002માં રૂપાલાને હરાવી ધાનાણી બન્યાં હતા વિજેતા 

રાજકોટઃ લોકસભાની ચૂંટણીનું બ્યૂંગલ ફૂંકાઇ ચુક્યું છે. ચૂંટણી પંચે સાત તબક્કામાં મતદાનનું આયોજન કર્યુ છે, જે અંતર્ગત ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7 મે, 2024ના રોજ ચૂંટણી યોજાશે. ભાજપે ગુજરાતની 26 સીટો પૈકી 22 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ આપી છે.

આ દરમિયાન એક ગુજરાતી દૈનિકના અહેવાલ મુજબ, કોંગ્રેસ હાઇકમાન્ડે રાજકોટથી પાટીદાર યુવા ચહેરો અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું નક્કિ કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 22 વર્ષ બાદ રાજકોટમાં પુરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રૂપાલાને 16 હજાર મતોથી હરાવ્યાં હતાં. હવે આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે ટક્કર જામી શકે છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણીને અહીંથી મેદાન ઉતારી શકે છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter