ભાજપના ઉમેદવાર બનતા જ કંગના રનૌત પર વિરોધીઓની ટિપ્પણી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયાએ કરી વિવાદીત પોસ્ટ

08:43 PM Apr 04, 2024 | gujaratpost

મંડીઃ કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની મંડીના ભાજપ ઉમેદવાર કંગના રનૌત પરની પોસ્ટથી વિવાદ થયો છે, ભાજપ સાંસદ મનોજ તિવારીએ સુપ્રિયા શ્રીનેત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહિલાઓ અને કલાકારો પ્રત્યે કોંગ્રેસ આવું વિચારે તે આશ્ચર્યજનક છે. વાસ્તવિક દુનિયા અને ફિલ્મી દુનિયામાં ફરક છે.

ભાજપે રવિવારે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી કંગના રનૌતને લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. તેના નામની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કંગના રનૌત વિશે અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર ઉગ્ર નિશાન સાધી રહ્યાં છે. 

કોંગ્રેસ નેતાએ પલટી મારી

Trending :

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું હતું, 'જે લોકો મારી ખૂબ નજીક રહ્યાં છે અથવા મારી સાથે કામ કર્યું છે, તેઓ જાણે છે કે હું કોઈપણ મહિલા માટે આવું વિવાદાસ્પદ નિવેદન ન આપી શકું. મને હમણાં જ ખબર પડી કે સોશિયલ મીડિયા પોસ્ટ પર મારા નામે ઘણા પેરોડી એકાઉન્ટ ચાલી રહ્યાં છે, જેનો ખોટી પોસ્ટ પોસ્ટ કરવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. @Supriyaparody નામનું એક એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે જ્યાંથી કેટલાક બેફામ તત્વોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું. જોકે, મેં આરોપીઓ સામે રિપોર્ટ લખ્યો છે.

કંગનાએ સુપ્રિયાની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને X પર લખ્યું, 'ડિયર સુપ્રિયા જી, મેં એક કલાકાર તરીકે મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં તમામ પ્રકારના સ્ત્રી પાત્રો ભજવ્યાં છે. રાણીમાં નિર્દોષ છોકરીથી લઈને ધાકડમાં જાસૂસ સુધી, મણિકર્ણિકામાં દેવીથી લઈને ચંદ્રમુખીમાં રાક્ષસ સુધી. રજ્જોની વેશ્યાથી લઈને થલાઈવીમાં ક્રાંતિકારી નેતા સુધી. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ. આપણે તેમના શરીરના અંગો વિશે ઉત્સુકતાથી ઉપર ઊઠવું જોઈએ. વધુમાં, આપણે સેક્સ વર્કરોના પડકારરૂપ જીવન અથવા સંજોગોનું વર્ણન કરવા માટે આવા અપશબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. દરેક સ્ત્રી તેના ગૌરવને પાત્ર છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post