લોકસભા ચૂંટણીઃ ભાજપ આજે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કરી શકે છે જાહેર, મોદી-શાહના નામની થઈ શકે છે જાહેરાત- Gujarat Post

10:41 AM Feb 29, 2024 | gujaratpost

(File Photo)

આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક  

પ્રથમ યાદીમાં મોદી-શાહ જેવી ટોચના નેતાઓનાં નામ હોઈ શકે છે

ગત વર્ષે યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં તારીખની જાહેરાત પહેલા જ ભાજપે ઘણા ઉમેદવારો જાહેર કર્યાં હતા

નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન શરૂ કરી દીધું છે. બુધવારે આ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારે અલગ-અલગ રાજ્યોના નેતાઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે, જેમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવામાં આવી શકે છે.

ભાજપની પ્રથમ યાદીમાં પીએમ મોદી અને અમિત શાહ જેવા ટોચના નેતાઓનાં નામ સામેલ થઈ શકે છે. જે બેઠકો પર ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો તે બેઠકોના ઉમેદવારો પહેલા જાહેર થઇ શકે છે.
2019ની લોકસભા ચૂંટણી સમયે, ચૂંટણી પંચ દ્વારા તારીખની જાહેરાત બાદ ભાજપે તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. ગયા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પેટર્ન પર નજર કરીએ તો, ભાજપે ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ આ જ પેટર્નને અનુસરી શકે છે અને ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ તેની પ્રથમ યાદી બહાર પાડી શકે છે.

પાર્ટીએ રાજ્ય સ્તરે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ પર મંથન શરૂ કરી દીધું હતુ. જેમાં પદાઅધિકારીઓ, જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ભૂતપૂર્વ સાંસદો વગેરે પાસેથી સંભવિત ઉમેદવારો વિશે માહિતી લેવામાં આવી છે. ઓપિનિયન પોલીંગ માટે વિવિધ આગેવાનો પણ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યાં છે. હાલમાં જ પીએમ મોદીએ દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 સીટો જીતશે અને એનડીએ 400થી વધુ સીટો જીતશે. આવી સ્થિતિમાં પાર્ટી ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી, ગુજરાતમાં પણ તમામ 26 લોકસભા બેઠકો વધુ લીડથી જીતવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post