નવી દિલ્હીઃ દેશ અને દુનિયાની નજર આજે ભારતના ચૂંટણી પરિણામો પર છે, શરૂઆતના પરિણામોમાં એનડીએને બહુમતિ મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. અને ઇન્ડિયા ગઠબંધન પણ ટક્કર આપી રહ્યું છે, લોકસભા ચૂંટણીની મત ગણતરીમાં ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યાં છે, ગુજરાતમાં લગભગ તમામ 25 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
ઉપરાંત વાડનાડથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યાં છે, અહીં તેમની જીત નક્કિ જેવી દેખાઇ રહી છે, મધ્યપ્રદેશમાં ભાજપ મોટા ભાગની બેઠકો પર આગળ છે, રાજસ્થાનમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે, પશ્વિમ બંગાળમાં પણ 2019 ની સમકક્ષ ભાજપને મોટો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ટક્કર જોવા મળી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/