+

હાઇફાઇ લાઇફ સ્ટાઇલ...લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીના હેલિકોપ્ટર સાથેના ફોટો વાઇરલ, સોશિયલ મીડિયામાં તગડી ફેન ફોલોઇંગ- Gujarat Post

નીતા ચૌધરી ગાંધીધામ સીઆઈડીની કોન્સ્ટેબલ લેડી કોન્સ્ટેબલની લેવિશ લાઇફ સ્ટાઇલ હાલ ચર્ચામાં રોડ પર થાર કારને રોકવા માટે પોલીસે કારની પાછળ ગોળીબાર કર્યો હતો યુવરાજસિંહ નામના બુટલેગર સાથે નીતા ચૌધ

નીતા ચૌધરી ગાંધીધામ સીઆઈડીની કોન્સ્ટેબલ

લેડી કોન્સ્ટેબલની લેવિશ લાઇફ સ્ટાઇલ હાલ ચર્ચામાં

રોડ પર થાર કારને રોકવા માટે પોલીસે કારની પાછળ ગોળીબાર કર્યો હતો

યુવરાજસિંહ નામના બુટલેગર સાથે નીતા ચૌધરી પકડાઇ

કચ્છઃ ગુજરાતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાયા બાદ દારૂબંધીના કાયદાને લઇને ફરીથી સવાલો ઉઠી રહ્યાં છે. નીતા ચૌધરીની ધરપકડથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. તેની ધરપકડ બાદ તેની લાઇફ સ્ટાઇલ પણ ચર્ચામાં આવી છે. નીતા અને તેનો સાથી થાર ગાડીમાં દારૂની હેરાફેરી કરી રહ્યાં હતા અને તેમને પોલીસ કાફલા પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેથી તેમની ધરપકડ કરાઇ છે.

લેડી કોન્સ્ટેબલની હાઇફાઇ લાઇફ

ઈન્સ્ટાગ્રામ પર તેના 40 હજારથી વધારે ફોલોઅર્સ છે. તેના આ એકાઉન્ટ પર તેની લકઝુરિયર્સ લાઇફ સ્ટાઇલની ઝલક જોવા મળી છે. નીતા ચૌધરી પહેલી વાર ચર્ચામાં આવી નથી. અગાઉ તેનો હેલિકોપ્ટર સાથેનો વીડિયો સામે આવ્યો હતો, જે હવે વાઇરલ થઇ રહ્યો છે.તેની ઈન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઈંગ છે, આ એકાઉન્ટમાં ઘણા વીડિયો અને તસવીરો છે, તે ખૂબ જ વૈભવી જીવન જીવી રહી હોવાના આ પુરાવા છે. તેના વ્હાઇટ થાર સાથેના અનેક ફોટો વાઇરલ થઇ રહ્યાં છે.

નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી ત્યારે થારમાં દારૂની હેરાફેરી કરી રહી હતી. કચ્છ પોલીસે ધરપકડ કર્યાં બાદ તેને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરાઈ ત્યારે તેના ચહેરા પર કોઈ પસ્તાવો પણ ન હતો. તેના ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોને લઇને પણ ચર્ચાઓ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter