Cyclone Dana: પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને ગુરુવારે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. આ ચક્રવાતી તોફાન રાજ્યમાં તબાહી મચાવી શકે છે. આવી સ્થિતિમાં, સરકારે વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. વાવાઝોડાની અસરને કારણે ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવી શકે છે.
હવામાન વિભાગે કહ્યું છે કે મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. જે પશ્ચિમ ઉત્તર કિનારા તરફ આગળ વધી રહ્યું. આજે એટલે કે 22મી ઓક્ટોબરે ચક્રવાતી તોફાન દાનામાં ફેરવાઈ જશે અને આવતીકાલે એટલે કે 23મી ઓક્ટોબરે તે ઓડિશાના ઉત્તરીય કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. ચક્રવાતી તોફાન દાનાની અસરને કારણે આજે અને આવતીકાલે ઓડિશામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગનો અંદાજ છે કે તેની અસરને કારણે 100-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી વાવાઝોડાને કારણે ઓડિશાના ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, બાલાસોર, મયુરભંજ, કેઓંઝર, ઢેંકનાલ, જાજપુર, અંગુલ, ખુર્દા, નયાગઢ અને કટક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સરકારે આ જિલ્લાઓમાં 23-25 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++