8 વર્ષથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા શેતલ ચૌધરી
કોન્સ્ટેબલ શેતલ ચૌધરીના મોતથી પરિવારજનો આઘાતમાં
સુરતઃ મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચકચાર મચી છે, શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં બસેરા હાઉસમાં રહેતા શીતલ ચૌધરીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે, બનાવની જાણ થતા જ પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
શેતલ ચૌધરી એરપોર્ટ પર નોકરી કરતા હતા અને તેમની પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે, તેમાં લખ્યું છે જિંદગી જીવવાનો બહુ પ્રયાસ કર્યો છે પરંતુ હવે નથી ગમતું, મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી.
પોલીસે સ્યૂસાઇડ નોટ કબ્જે કરીને મૃતકના નજીકના લોકોની પૂછપરછ શરુ કરી છે, મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાય આપવામાં આવી છે. આત્મહત્યાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/