સોપારીની દાણચોરી, કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ફરીથી સ્મગલિંગની સોપારીનો જથ્થો ઝડપાયો- Gujarat Post

09:23 PM Feb 27, 2024 | gujaratpost

મુદ્રાઃ  સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB), મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના આયાતકારની ઉંડી તપાસ કરાઇ હતી. જેમાં હવે સોપારીનો ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

અન્ય વસ્તુઓની આડમાં વિદેશથી આવેલા કન્ટેનરમાં સોપારીનો જથ્થો હતો. ઇન્ડોનેશિયાથી આવેલા કન્ટેનરની તપાસ કરતા તેમાંથી સોપારી મળી આવી હતી. 

કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ દ્વારા આયાતી માલસામાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં 27.81 MTs ‘Areca Nuts’(સોપારી) જેની ટેરિફ કિંમત અંદાજે રૂ. 1.50 કરોડ છે.

દાણચોરો સામે એજન્સી દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે

સોપારીની આયાતમાં ટેક્સ ન ચુકવીને દાનચોરી કરવામાં આવે છે. મુંબઇના કેટલાક આયાતકારો આ ગોરખધંધા કરી રહ્યાં છે. આ સોપારી વિદેશથી અંદાજે 100 રૂપિયા કિલોના ભાવથી લવાય છે અને અહીં તે 400 થી લઇને 500 રૂપિયે કિલોના ભાવે વેચાય છે, સોપારીમાં મોટો નફો હોવાને કારણે દાનચોરો સક્રિય બન્યાં છે. મુદ્રા પોર્ટ પરથી અગાઉ પણ સોપારીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં પકડાયેલી સોપારીને લઇને એ નક્કિ છે કે હજુ પણ દાણચોરોની ગેંગ અહીં સક્રિય છે. આ ગેંગ અન્ય વસ્તુઓની આડમાં પોર્ટ પર સોપારી ઉતારી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post