બેરેકમાં આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
રૂપિયા 50 હજારની રોકડ રકમ પણ મળી આવી
પોલીસે મોબાઇલ સહિત વિવિધ વસ્તુઓ મળીને કુલ રૂ. 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
કચ્છઃ કચ્છની ગળપાદર જેલમાં બુટલેગર સહિત છ શખ્સો દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હતા. જેમાં તાજેતરમાં રાજ્યમાં બહુચર્ચાસ્પદ બનેલી પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો સાથી યુવરાજસિંહ જાડેજા પણ સામેલ હતો. ગળપાદર જેલમા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન છ કેદીઓને કેફી પદાર્થ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. આ કામગીરી દરમિયાન મોબાઈલ ફોન, રોકડ રૂપિયા અને એક દારૂની બોટલ પણ મળી આવી હતી.
જેલમાં થયેલી દારૂ મહેફીલ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેલના પાંચ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ગળપાદર જેલના ઇન્ચાર્જ અધિક્ષક, ઇન્ચાર્જ જેલર, જમાદાર તેમજ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગળપાદર જિલ્લા જેલ ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. અલગ-અલગ ટીમો દ્વારા બેરેકમા કેદીઓની ઝડતી કરવામાં આવતા કેફી પદાર્થ પીધેલી હાલતમાં છ કેદીઓ મળી આવ્યાં હતા. તેમજ મોબાઇલ અને દારૂની બોટલો અને રોકડા રૂપિયા 50 હજાર મળી આવ્યાં હતા. સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સુરજીત દેવીસિંગ પરદેશી, રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/