સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરી મંગળવારે મોડી સાંજે લીંબડી નજીકથી ઝડપાઈ, ભચાઉ પોલીસના હવાલે કરાઈ- Gujarat Post

10:48 AM Jul 17, 2024 | gujaratpost

બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી નીતા ચૌધરી

કચ્છમાં ગુનો દાખલ થયા પછી હતી ફરાર

લીંબડીઃ કચ્છમાંથી બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઇડી ક્રાઈમની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી જામીન વખતે ફરાર થઈ ગઇ હતી. હવે ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીને મંગળવારે મોડી રાત્રે લીંબડી નજીક આવેલા એક ગામમાંથી બાતમીના આધારે ઝડપી લીધી હતી. નીતા સાથે આરોપી બુટલેગરની સાસરીમાં છુપાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ઝડપી પાડવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે, નીતા ચૌધરીને જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી તે પકડાયેલા બુટલેગરની સાસરી લીંબડીમાં છુપાઇ હતી. આ અંગે અમને બાતમી મળતા ATS ટીમે લીંબડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરીની અમદાવાદ લાવવામાં હતી. જરૂરી કાર્યવાહી બાદ તેને ભચાઉ પોલીસને સોંપવામાં આવી હતી.

નીતા ચૌધરીએ એક બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારી પર જ ગાડી ચઢાલી દીધી હતી. જે બાદ ફાયરિંગ કરી પોલીસે તેની અને બુટલેગરની ધરપકડ કરી હતી. થાર ગાડીની તલાશી લેતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. જે બાદ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526