+

કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત

ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, કેનેડામાં 27-28 ઓક્ટોબરના રોજ થયેલા ગોળીબારના સંબંધમાં અર્શ ડલ્લાની અટકાયત કરવામા

ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાની કેનેડામાં અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, કેનેડામાં 27-28 ઓક્ટોબરના રોજ થયેલા ગોળીબારના સંબંધમાં અર્શ ડલ્લાની અટકાયત કરવામાં આવી છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓને એવી માહિતી પણ મળી છે કે કેનેડામાં 27-28 ઓક્ટોબરે ગોળીબાર થયો હતો, જેમાં અર્શ ડલ્લા હાજર હતો. જાન્યુઆરી 2023 માં ગૃહ મંત્રાલયે અર્શદીપ દલ્લાને આતંકવાદી તરીકે જાહેર કર્યો હતો.

કેનેડિયન પોલીસ  દ્વારા અર્શ ડલ્લાની અટકાયત કરવામાં આવી છે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યાં અનુસાર અર્શ ડલ્લા તેની પત્ની સાથે કેનેડામાં રહે છે અને તે અનેક ભારત વિરોધી ષડયંત્રોમાં સામેલ છે.   

કોણ છે અર્શદીપ ડલ્લા ?

અર્શ ડલ્લા ખાલિસ્તાની ટાઈગર ફોર્સ (KTF)નો કાર્યવાહક વડો છે. તેને માર્યા ગયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ડલ્લાએ કોંગ્રેસના નેતા બલજિંદર સિંહ બલ્લીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી, જેની પંજાબના મોગા જિલ્લામાં તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પોતાની પોસ્ટમાં ડલ્લાએ દાવો કર્યો હતો કે બલજિંદર સિંહ બલ્લીએ તેનું ભવિષ્ય બરબાદ કરી દીધું હતુ,  જેથી તેને આ હત્યા કરી હતી. નોંધનિય છે કે અર્શ ડલ્લા પંજાબના મોગાનો રહેવાસી છે. હવે તેને કેનેડામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ મામલે ડલ્લાના પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter