આખરે કેન્યા સરકાર જન આંદોલન સામે ઝુકી ગઇ, 22 લોકોનાં મોત બાદ રાષ્ટ્રપતિ રૂટોએ નવો ટેક્સ કાયદો પાછો ખેંચ્યો

11:56 AM Jun 27, 2024 | gujaratpost

નૈરોબીઃ કેન્યા સરકારે વધુ ટેક્સ વસૂલવા માટે કાયદો બનાવ્યો હતો. કાયદાના વિરોધમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને સરકાર સામે બળવો કર્યો હતો. વિરોધીઓએ સંસદમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો. પોલીસે કરેલા ગોળીબારમાં 22 લોકોનાં મોત થયા હતા. વિરોધ એટલો ઉગ્ર બની ગયો કે કેન્યાની સરકારે જનતા સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું. હવે સરકારે ટેક્સ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

હું કેન્યાના લોકોનો નિર્ણય સ્વીકારું છું.

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ કહ્યું કે તેઓ ઉગ્ર વિરોધ બાદ વિવાદાસ્પદ ટેક્સ વધારાનું ફાઇનાન્સ બિલ પાછું ખેંચી રહ્યાં છે. તે સ્પષ્ટ છે કે કેન્યાના લોકો નથી ઈચ્છતા કે આ બિલ લાવવામાં આવે, તેઓ તેને સ્વીકારતા નથી. હું તેમના નિર્ણય સમક્ષ માથું નમાવીને તેમનો નિર્ણય સ્વીકારું છું. હું આ બિલ પર સહી નહીં કરું.

Trending :

યુવાનો સાથે વાતચીત કરશે

કેન્યાના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના જણાવ્યાં અનુસાર કર કાયદાના વિરોધમાં 22 લોકો માર્યાં ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે તેઓ હવે યુવાનો સાથે વાત કરશે અને તેમને સમજવાનો પ્રયાસ કરશે કે આવા કાયદા દેશ માટે કેટલા મહત્વપૂર્ણ છે. જ્યારે કાયદા સામે બળવો શરૂ થયો, પરંતુ જ્યારે વિરોધીઓ સંસદમાં પ્રવેશ્યા અને આગજનીની શરૂઆત થતાં તેમને નમવું પડ્યું હતું.

પરિસ્થિતિ બગડી હતી

કેન્યામાં સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ રૂટોએ 24 કલાકથી પણ ઓછા સમયમાં બે વખત રાષ્ટ્રને સંબોધિત કરવું પડ્યું, તેમણે જણાવ્યું કે દેશ માટે ટેક્સ વધારવો કેટલો જરૂરી છે. દેશ 80 બિલિયન ડૉલરનું દેવું છે, તેની આવકનો 35 ટકા હિસ્સો તેના વ્યાજની ચૂકવણીમાં જ જાય છે. જો અમે કેટલીક લોન ચૂકવવામાં સફળ થયા તો ખેડૂતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયદો થશે. જોકે, બાદમાં રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું કે લોકો તેમની સાથે નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526