+

મનસુખ સાગઠિયા તો મહા ભ્રષ્ટાચારી છે...ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 22 કિલો સોનું મળ્યું

અગાઉ કરોડો રૂપિયાનો બંગલો, ફાર્મહાઉસ, ફ્લેટ, પેટ્રોલપંપ મળી આવ્યાં એસીબી કરી રહી છે આ કેસની ઉંડી તપાસ અંદાજે 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું જપ્ત અઢી કિલો ચાંદી જપ્ત, કિંમત અંદાજે 2 લાખ રૂપિ

અગાઉ કરોડો રૂપિયાનો બંગલો, ફાર્મહાઉસ, ફ્લેટ, પેટ્રોલપંપ મળી આવ્યાં

એસીબી કરી રહી છે આ કેસની ઉંડી તપાસ

અંદાજે 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું જપ્ત

અઢી કિલો ચાંદી જપ્ત, કિંમત અંદાજે 2 લાખ રૂપિયા

સાગઠિયાએ અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેર્યાં

રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં 28 નિર્દોષ લોકોનાં જીવ ગયા પછી હવે ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઇ આવી છે, આરોપી મનસુખ સાગઠિયાની કરોડો રૂપિયાની સંપત્તિ મળ્યાં પછી હવે તેની ઓફિસમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ અને 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું મળી આવ્યું છે. તેની સીલ કરેલી ઓફિસ ખોલવામાં આવી છે અને તેમાંથી આ રકમ અને સોનું જપ્ત કરાયું છે.

150 ફૂટ રિંગરોડ પર આવેલી સાગઠીયાની ઓફિસનું સીલ ખોલવામાં આવ્યું

તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ આ ખજાનો એજન્સીને હાથ લાગ્યો છે, એસીબી તેની સંપત્તિની તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાનો બંગલો, ફાર્મહાઉસ, અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં ફ્લેટ સહિતની સંપત્તિ મળી આવી છે.

ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો મળી હતી અને ત્યારે ગુનો નોંધાયો હતો, આ મિલકત પગારની આવક કરતા 410 ટકા વધારે સંપત્તિ છે, અને હવે તેની પાસેથી વધુ રોકડ, સોનું અને ચાંદી મળી આવ્યાં છે.તેને રાજકોટ, ગોંડલ, અમદાવાદ જેવા શહેરોમાં રોકાણ કર્યું હતુ. સાથે જ તેનો પેટ્રોલપંપ પણ છે. હજુ આ ભ્રષ્ટાચારીનું કંઇ કંઇ જગ્યાએ રોકાણ છે તે મામલે તપાસ ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter