Karnataka Declares Dengue An Epidemic Disease: કર્ણાટક સરકારે ડેન્ગ્યુને મહામારી જાહેર કરી છે. ડેન્ગ્યુના વધતા જતા કેસોને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન્સ 2020માં સુધારો કરવા માટે નિયમો બનાવ્યા છે. કર્ણાટકમાં 25,500થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કર્ણાટક સરકારે ડેન્ગ્યુ તાવને તેના ગંભીર સ્વરૂપો સહિત, કર્ણાટક એપિડેમિક ડિસીઝ એક્ટ, 2020 હેઠળ એક રોગચાળાના રોગ તરીકે જાહેર કર્યો છે. સુધારેલા નિયમો મુજબ, તમામ ઈમારતોના માલિકો, પાણીની ટાંકીઓના માલિકો અથવા ઉદ્યાનો અને રમતના મેદાનોના ઈન્ચાર્જ વ્યક્તિઓને મચ્છરોના પ્રજનનને રોકવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
કર્ણાટક સરકારે તેના નોટિફિકેશનમાં દંડનો ઉલ્લેખ પણ કર્યો છે. જો ડેન્ગ્યુના મચ્છર ઘરની અંદર કે બહાર જોવા મળે તો રૂપિયા 400 (શહેરી વિસ્તાર) અને રૂપિયા 200 (ગ્રામ્ય વિસ્તાર)નો દંડ વસૂલવામાં આવશે. સુધારેલા નિયમો તમામ પર લાગુ થશે. આ નિયમોનો હેતુ મચ્છરોના ઉપદ્રવ પર નિયંત્રણ લાવવા તથા રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ડેન્ગ્યુ તાવના ફેલાવાને મર્યાદિત કરવાનો છે.
જો શહેરી વિસ્તારોમાં મચ્છરોનું બ્રીડિંગ જોવા મળે તો 400 રૂપિયાનો દંડ અને ગ્રામીણ વિસ્તારોમાં 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. વ્યાપારી સંસ્થાઓ, ઓફિસો, શાળાઓ, કોલેજો, રહેણાંક સુવિધાઓ, આરોગ્ય સુવિધાઓ અને રેસ્ટોરાં માટે, શહેરી વિસ્તારોમાં 1,000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 500 રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્યો છે. બાંધકામ સાઇટ્સ, ખાલી જગ્યાઓ, શહેરી અને ગ્રામીણ વિસ્તારો બંને માટે 1,000 રૂપિયાનો દંડ થશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526