અમેરિકામાં ગુજરાતી પર વધી રહેલા હુમલા ચિંતાનો વિષય
ડિંગુચામાં શોકનો માહોલ
ન્યૂયોર્કઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઇ હતી. તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો, લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને ગોળી મારી હતી અને લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પરેશ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો હતો. પરિવારજનો પણ આઘાતમાં સરી ગયા છે. ઘટના દરમિયાન, એક વ્યક્તિ ગ્રાહકના રૂપમાં સ્ટોરમાં આવ્યો હતો. તેણે પહેલા કેટલીક ખરીદી કરી અને ત્યારબાદ પરેશ પટેલ પર ફાયરિંગ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
થોડાક મહિના પહેલા ડિંગુયાનો એક પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતી વખતે રસ્તામાં મોતને ભેટ્યો હતો ત્યારે પણ ગામ શોકમગ્ન થઈ ગયું હતું. જે બાદ આ ઘટના પછી ગામમાં ફરી એકવાર શોકનો માહોલ છવાઈ ગયો છે.
2.jpg)