સુરતઃ એસીબીએ લાંચ લેનારા સરકારીને બાબુને ઝડપી લીધા છે. કૈલાશચંદ્ર બાલુરામ મીના, હોદ્દો: ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક, વર્ગ-3, નોકરી- ઉકાઇ-સોનગઢ રેલ્વે સ્ટેશનને રૂપિયા 2 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે.
ગુનાનું સ્થળ: ગાર્ડ રેસ્ટ હાઉસ (રનીંગ રૂમ), ઉકાઇ રેલ્વે સ્ટેશન, સરકારી ક્વાર્ટર નજીક, તા.જી.સોનગઢ
આધારભૂત મળેલી માહિતી મુજબ રેલ્વેમાં લોકો પાયલોટ ગાર્ડના અધિકારી- કર્મચારીઓનુ જમવાનુ બનાવવાના મળેલા કોન્ટ્રાક્ટર- પેટા કોન્ટ્રાક્ટરોને રેલ્વેના સ્ટેશન અધિક્ષકએ જે-તે જગ્યા ઉપર યોગ્ય સફાઇ ન રાખતા હોવાનુ જણાવીને, કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો રીપોર્ટ કરી દેવાની ધમકી આપી હતી.
બાદમાં મહિને પેટા કોન્ટ્રાક્ટર પાસે રૂ.2000 ની લાંચની માંગણી કરાઇ હતી. જે હકિકત ખરાઇ કરવા ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરેલું, જેમાં આ સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ