જૂનાગઢઃ એસીબીએ 1 લાખ 46 હજાર રૂપિયાની લાંચ લેતા સરકારી બાબુને ઝડપી લીધા છે. રાજેશકુમાર ખીમજીભાઇ સેવરા,ઉ.વ.39, જુનિયર ઇજનેર (કરાર આધારીત) બાંધ કામ શાખા, નગરપાલિકા કચેરી, ચોરવાડ,તા.માળીયા હાટીના, જી.જૂનાગઢને લાંચ લેતા ઝડપી લીધા છે
ચોરવાડ નગરપાલિકા કચેરીમાં ફરિયાદીએ વર્ષ-2022 માં વોર્ડ નં-2 માં પેવર બ્લોકનું કામ કરેલું, જેનું બીલ પાસ થયેલા અને બીલનો ચેક આપવા માટે બીલના 15 ટકા લેખે 1 લાખ 46 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીની હેરાનગતિ થઇ રહી હતી, જેથી તેમને એસીબીમાં આ સરકારી બાબુ સામે ફરિયાદ આપી હતી, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ.
ટ્રેપીંગ અધિકારીઃ ડી.આર.ગઢવી,
પોલીસ ઇન્સ્પેક્ટર, ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટેશન
સુપર વિઝન અધિકારીઃ બી.એમ.પટેલ,
મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી.એકમ, જૂનાગઢ