ભૂજઃ વડોદરા અને દાહોદ બાદ પીએમ મોદી ભૂજ પહોચ્યાં હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ, મોટી સંખ્યામાં લોકો મોદીને સાંભળવા ઉપસ્થિત હતા. મોદીએ અહીં 53 હજાર કરોડના વિકાસના કામોની કચ્છની ભેટ આપી છે.
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પહેલી વખત ગુજરાતની મુલાકાતે છે. કચ્છમાં લોકોને સંબોધતા કહ્યું કે, મારો અને કચ્છનો સંબંધ ઘણો જૂનો છે. તમારો પ્રેમ જીતવા માટે હું ક્ચ્છ આવતા ખુદને રોકી શકતો નથી. હું જ્યારે રાજકારણમાં ન હતો ત્યારે પણ કચ્છની ધરતી પર વારંવાર આવતો હતો. કચ્છના લોકોનો આત્મવિશ્વાસ જોરદાર છે, અહીં પહેલા ઘણી મુશ્કેલીઓ હતી પરંતુ હવે વિકાસના અનેક કામો થયા છે. લોકોની મુશ્કેલીઓ દૂર થઇ છે. તરસતા કચ્છમાં નર્મદા માતાની કૃપા થઇ છે.
મોદીએ કહ્યું આપણો તિરંગો ઝુકવો ન જોઈએ
ભૂજમાં વડાપ્રધાન મોદીએ કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કરી હતી, તેમણે કહ્યું કે, આપણો તિરંગો ઝુકવો ન જોઈએ..ઓપરેશન સિંદૂર પછી તેમને પાકિસ્તાનની અનેક વખત ઝાટકણી કાઢીને ચીમકી પણ આવી છે કે આ નવું ભારત છે, આતંકીઓ અને તેમને પ્રોત્સાહન આપનારાઓને છોડવામાં આવશે નહીં.
બીજી તરફ 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં રન વે બનાવનાર વીરાંગનાઓએ મોદીનાં ઓવારણાં લીધા હતા અને તેમનું સ્વાગત કર્યું હતુ.
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ભુજ ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. #ViksitGujaratGreenGujarat #PMinGujarat https://t.co/iApmd5ulgr
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 26, 2025