જામનગરઃ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર પ્રત્યે ગંભીર બેદરકારીના એક પછી એક કિસ્સો સામે આવી રહ્યાં છે. જોડિયાના બાલંબા ગામના 65 વર્ષીય દર્દીને ગંભીર બીમારી બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારનો આરોપ છે કે એક મહિના સુધી સારવાર માટે 6 લાખ રૂપિયાથી વધુનો ચાર્જ લેવામાં આવ્યો હતો, પરંતુ દર્દીની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમને બેભાન હાલતમાં રજા આપવામાં આવી હતી. પરિવારે હવે આ મામલે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
દર્દીના પુત્ર પ્રવિણભાઈ બેચરભાઈ જાદવે જણાવ્યું કે તેમના પિતા બેચરભાઈ મનજીભાઈ જાદવને 31 ઓગસ્ટ 2022ના રોજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં ડોક્ટરે દર્દીને ખાતરી આપી હતી કે તે થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જશે. પરંતુ ચાર કે પાંચ દિવસ પછી, તેમને કહેવામાં આવ્યું કે સારવાર લાંબી રહેશે અને દર્દીએ એક મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.
પરિવારે સંપૂર્ણ આશા સાથે સારવાર ચાલુ રાખી હતી, પરંતુ દર્દીની તબિયત બગડતી રહી હતી. રોજબરોજ વધતા ખર્ચ પરિવારને પરેશાન કરી રહ્યા હતા, છતાં તેમણે સારવાર બંધ થવા દેવાનો ઇનકાર કર્યો હતો.
પરિવારનો આરોપ છે કે હોસ્પિટલે દર્દીને ખોટી સારવાર આપી અને ઘણા પૈસા પડાવી લીધા હતા. જ્યારે એક મહિના પછી પણ સ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે ડોક્ટરે અચાનક દર્દીને ઘરે લઈ જવાની અને ઘરે સારવાર કરવાની સલાહ આપી હતી. આ નિર્ણયથી પરિવાર આઘાતમાં મુકાઈ ગયો હતો, કારણ કે દર્દીની હાલત એટલી ખરાબ હતી કે તે બેભાન થઈ ગયા હતા. આજ સુધી ત્રણ વર્ષ પછી પણ દર્દીની હાલતમાં કોઈ સુધારો થયો નથી. પરિવાર હવે ન્યાયની માંગ કરી રહ્યો છે. નોંધનિય છે કે આ હોસ્પિટલે અનેક લોકોની ખોટી સર્જરી કરીને સરકારમાંથી રૂપિયા ખંખેરી લીધા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/