જામનગરમાં ભયાનક અકસ્માત, સ્પીડમાં જઈ રહેલી કાર પલટી જતા 3 મિત્રોનાં ઘટના સ્થળે જ મોત

11:36 AM Jan 17, 2025 | gujaratpost

જામનગરઃ ધ્રોલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ મિત્રોનાં મોત થયા હતા, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં હતા.

જામનગર જિલ્લાના ધ્રોલ નજીક લતીપર અને ગોકુલપુર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થઈ રહેલી કાર કાબૂ બહાર જઈને પલટી ગઈ હતી. કારમાં 5 મિત્રો મુસાફરી કરી રહ્યાં હતા. કાર પલટી જતાં 3 નાં મોત થયાં હતાં. જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત મોડી રાત્રે થયો હતો, જ્યારે કાર વધુ સ્પીડમાં જઈ રહી હતી અને કાબૂ બહાર જઈને પલટી ગઈ હતી. ઘટના એટલી ભયાનક હતી કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા પાંચ મિત્રોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બેને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. મૃતકોની ઓળખ ઋષિ પટેલ, ધર્મેન્દ્ર સિંહ ઝાલા અને વિવેક પરમાર તરીકે થઈ છે.

ધ્રોલ પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. અકસ્માત અંગેની જાણ મૃતકના પરિજનોને થતા તેમના માંથા પર આભ તૂટી પડ્યું હતું. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પોલીસે અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ વધુ ઝડપને માનવામાં આવી રહ્યું છે. પોલીસે લોકોને રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેત રહેવા અને વધુ ઝડપે વાહન ન ચલાવવા અપીલ કરી છે. નિયમોનું પાલન કરો, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++