+

અમદાવાદ બની રહ્યું છે ક્રાઇમનું હબ....ખેડૂત પર જેસીબી ચઢાવી દઇને મોતને ઘાટ ઉતારી દેવાયો- Gujarat Post

કુહામાં ગૌચરની જમીન પર કરવામાં આવતું હતું ખનન જમીન માફિયાઓ ડમ્પર મુકીને ફરાર એક ખેડૂતની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી અમદાવાદઃ યુપી-બિહારમાં બનતી ક્રાઇમની ઘટનાઓ હવે ગુજરાતમાં પણ બની રહી છે.

કુહામાં ગૌચરની જમીન પર કરવામાં આવતું હતું ખનન

જમીન માફિયાઓ ડમ્પર મુકીને ફરાર

એક ખેડૂતની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી

અમદાવાદઃ યુપી-બિહારમાં બનતી ક્રાઇમની ઘટનાઓ હવે ગુજરાતમાં પણ બની રહી છે. શહેરના છેવાડે આવેલા કણભામાં ખેડૂત પર જેસીબી ફેરવી નાખીને તેની હત્યા કરવામાં આવી છે. ગૌચરની જમીનમાંથી માટીનું ખનન કરવામાં આવતા ખેડૂતે વિરોધ કરતાં તેના પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. ખેડૂતને સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. કણભા પોલીસે હત્યાનો ગુનો નોધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં આ હત્યાનો બનાવ સામે આવ્યો છે. કુહામાં આવેલી ગૌચર જમીન પર કોઈ વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતું હોવાની જાણ થઈ હતી. જેથી ગ્રામજનો ત્યાં પહોંચ્યાં હતા. જ્યાં એક જેસીબી અને ત્રણ ડમ્પર દ્વારા માટી ખનનની કામગીરી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે ગ્રામજનોએ આ બાબતનો વિરોધ કરતા તે સમયે જેસીબી ચાલકે કાંતીજી બારૈયા નામનાં 52 વર્ષીય આધેડ પર જેસીબી ચઢાવી દેતા મોત થયું હતુ.

આ બાબતે પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ સ્થળ પરથી જમીન માફિયાઓ ડમ્પર મુકીને ફરાર થઈ ગયા હોવાથી પોલીસે ડમ્પરો કબ્જે લીધા છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter