મિસાઈલ હુમલા કરીને ઈરાને મોટી ભૂલ કરી, કિંમત ચૂકવવી પડશેઃ નેતન્યાહુ

09:25 AM Oct 02, 2024 | gujaratpost

Israel vs Iran: ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈરાન તરફથી ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડવામાં આવી છે. જેના કારણે તણાવ ઘણો વધી ગયો છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે અમે ઈરાનના હુમલાનો જવાબ આપીશું, અમારી યોજના તૈયાર છે, પરંતુ અમે સમય અને સ્થળ પસંદ કરીશું.

જોર્ડન કોઈ માટે યુદ્ધનું મેદાન નહીં બને

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અને હવે હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલની આક્રમકતા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરીને આ સ્થિતિ વધુ ખરાબ કરી છે. આવી સ્થિતિમાં ઈરાન અને ઈઝરાયેલની વચ્ચે આવેલા જોર્ડને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ માટે યુદ્ધનું મેદાન નહીં બને. જોર્ડન સરકારના કોમ્યુનિકેશન મિનિસ્ટર મોહમ્મદ અલ મોમાનીએ કહ્યું કે જોર્ડનની સ્થિતિ હંમેશા એવી રહી છે કે તે કોઈના માટે પ્યાદા કે યુદ્ધનું મેદાન નથી રહ્યું. જોર્ડનના લોકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ જવાબદારી છે.

ઈરાને ઈઝરાયલ પર ફત્તાહ મિસાઈલ છોડી હતી

ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા માટે જે મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને ઈરાનના અત્યાર સુધીના સૌથી આધુનિક હથિયારો તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલ પર છોડવામાં આવેલી મિસાઈલોમાં ફત્તાહ મિસાઈલ પણ સામેલ હતી. ઈરાને આ મિસાઈલોનો પહેલીવાર ઉપયોગ કર્યો છે. તેઓએ ઈઝરાયેલ વિરુદ્ધ ફત્તાહ મિસાઈલોનો ઉપયોગ કર્યો છે.

ઈરાનની મિસાઈલોના ભાગો જોર્ડનમાં પડતાં ઘણા લોકો ઘાયલ થયા છે

ઈરાને મંગળવારે મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર ઝડપી મિસાઈલ હુમલા કર્યા ત્યારે ઘણી મિસાઈલોના ભાગો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જોર્ડનમાં પડ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

90 ટકા મિસાઈલો લક્ષ્ય સુધી પહોંચી ગઈ છે

ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેઓએ મંગળવારે મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર છોડેલી 90 ટકા મિસાઈલો લક્ષ્ય સુધી પહોંચી ગઈ હતી. ઈઝરાયેલ સરકાર ઈરાન સરકારની ગુપ્ત માહિતીથી ડરે છે.

અમારી સાથે સંઘર્ષમાં ન પડો, ઈરાને ઈઝરાયલને ચેતવણી આપી

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ચેતવણી આપતા કહ્યું કે ઈરાન યુદ્ધપ્રેમી નથી. નેતન્યાહુ શાસનની આક્રમકતાનો નિર્ણાયક જવાબ કાયદેસર અધિકારોના આધારે અને ઈરાન શાંતિ અને સુરક્ષાના હેતુથી આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઈરાનના હિત અને નાગરિકોની સુરક્ષા માટે હતી. ઈરાન યુદ્ધપ્રેમી નથી, પરંતુ તે કોઈપણ ખતરા સામે અડગ છે. આ અમારી શક્તિનો માત્ર એક ભાગ છે. ઈરાન સાથે સંઘર્ષમાં ન પડો.

ઈઝરાયેલને મદદ કરી તો... સમર્થન કરનારા દેશોને ઇરાનની ખુલ્લી ધમકી

ઈરાનના સશસ્ત્ર દળોએ ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયેલના સમર્થનમાં કોઈપણ સીધા સૈન્ય હસ્તક્ષેપ સામે ચેતવણી આપી છે. સશસ્ત્ર દળોએ કહ્યું કે ઇઝરાયલને ટેકો આપતા દેશો દ્વારા સીધા હસ્તક્ષેપની સ્થિતિમાં તેઓ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના સશસ્ત્ર દળો દ્વારા શક્તિશાળી હુમલાનો સામનો કરશે.

મિસાઈલ હુમલા કરીને ઈરાને મોટી ભૂલ કરી, કિંમત ચૂકવવી પડશેઃ નેતન્યાહુ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે અને તેની કિંમત ચૂકવવી પડશે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠકમાં તેમણે કહ્યું કે ઈરાન તેની કિંમત ચૂકવશે. સાંજે ઇઝરાયેલ પરનો હુમલો નિષ્ફળ રહ્યો હતો. તેમના સમર્થન માટે અમેરિકાનો આભાર માનતા તેમણે કહ્યું કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ, જે વિશ્વમાં સૌથી આધુનિક છે, તેણે ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526