ઈઝરાયેલ પર હુમલા બાદ ઈરાને UNSCમાં કરી સ્પષ્ટતા, કહ્યું- અમારી પાસે કોઈ રસ્તો ન હતો- Gujarat Post

11:11 AM Apr 15, 2024 | gujaratpost

તહેરાનઃ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં ઈરાનના રાજદ્વારીએ હાજરી આપી હતી. રાજદ્વારીએ ઈઝરાયેલ પરના હુમલાનો બચાવ કર્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તેથી આ હુમલો કરવો પડ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરવાનીએ કહ્યું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને ઈઝરાયેલ પર આત્મરક્ષાના અધિકાર હેઠળ હુમલો કર્યો. ઈઝરાયેલે દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યાં બાદ યુએન સુરક્ષા પરિષદ તેની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગઈ હતી.આવી સ્થિતિમાં તેહરાન પાસે કોઈ વિકલ્પ ન હતો અને તેણે જવાબ આપવો પડ્યો. ઈરાની રાજદ્વારીએ એમ પણ કહ્યું કે 'તેમનો દેશ સંઘર્ષ વધવા માંગતો નથી, પરંતુ જો કોઈ આક્રમક પગલાં લેવામાં આવશે તો તે તેનો જવાબ આપશે.

ઇઝરાયલના રાજદૂતે યુએન સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં ઈરાન પર ગંભીર આરોપ લગાવ્યાં હતા અને ક્ષેત્રમાં અશાંતિ માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. ઈઝરાયેલના રાજદૂતે કહ્યું કે ઈરાનનો ચહેરો સમગ્ર વિશ્વ સમક્ષ ખુલ્લો પડી ગયો છે. તે સમગ્ર વિશ્વમાં આતંકવાદને પોષે છે અને આ ક્ષેત્રમાં અશાંતિ માટે ઈરાન પણ જવાબદાર છે. ઈઝરાયેલના રાજદૂતે માંગ કરી હતી કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે અને ઘણું મોડું થાય તે પહેલા ઈરાન પર કડક પ્રતિબંધો લાદવામાં આવે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post