+

Iran Isreal War; ઈરાન પર આક્રમણ માટે ઈઝરાયેલે ઉતાર્યા 100 વૉર પ્લેન, 2000 કિમી દૂરથી કર્યા ટાર્ગેટ – Gujarat Post

Iran Isreal War Latest News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. બંને દેશો એકબીજા પર આક્રમણ કરી રહ્યા છે. ઈરાનમાં ઈઝરાયેલી સેનાની કાર્યવાહી અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે જવાબ

Iran Isreal War Latest News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. બંને દેશો એકબીજા પર આક્રમણ કરી રહ્યા છે. ઈરાનમાં ઈઝરાયેલી સેનાની કાર્યવાહી અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે જવાબી કાર્યવાહીના ભાગરૂપે શનિવારની વહેલી સવારે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા હતા.

ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબરે બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાનમાં થયેલા હુમલામાં કેટલું નુકસાન થયું છે તેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, ઇઝરાયલની સેનાએ આ હુમલાને ટાર્ગેટ હુમલો ગણાવ્યો હતો. સેનાના નિવેદન અનુસાર ઈરાન અને તેના સમર્થકો દ્વારા ઈઝરાયેલ વિસ્તારમાં 7 ઓક્ટોબરથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાની ધરતી પરથી સીધા હુમલા સહિત કુલ સાત મોરચે હુમલા થઈ રહ્યા છે.

ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર, ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયેલની સેનાએ 100થી વધારે લડાકુ વિમાનનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયેલની આ કાર્યવાહી ઇરાન તરફથી 1 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાના રૂપમાં જોવામાં આવી રહી છે. યરુશલેમ પોસ્ટ અનુસાર, ઈરાનમાં સૈન્ય ઠેકાણા પર શનિવારના હુમલામાં 100થી વધારે ઇઝરાયેલી વિમાનોએ હિસ્સો લીધો હતો.

2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં એફ-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેરિકાના અધિકારીએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું, ઈરાનમાં સૈન્ય ઠેકાણા પર હુમલા પહેલા અમેરિકાને આની જાણકારી આપવામાં આવી હતી પરંતુ તેઓ ઓપરેશનમાં સામેલ થયા નહોતા.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter