+

ACB Trap: મોરબીના ઘુંટુ ગામના તલાટી કમ મંત્રી અને સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

Rajkot ACB Trap News: એસીબીના રાજકોટ એકમે એક સાથે બે ટ્રેપ કરીને ત્રણ આરોપીઓને લાંચ લેતા ઝડપી લીધા હતા. મોરબીના ઘુંટુ ગામના સરપંચનો પતિ અને તલાટી રૂા. 50,000ની તથા ભાણવડ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ વર્ક

Rajkot ACB Trap News: એસીબીના રાજકોટ એકમે એક સાથે બે ટ્રેપ કરીને ત્રણ આરોપીઓને લાંચ લેતા ઝડપી લીધા હતા. મોરબીના ઘુંટુ ગામના સરપંચનો પતિ અને તલાટી રૂા. 50,000ની તથા ભાણવડ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ વર્ક મેનેજર રૂ. 3500ની લાંચ લેતા એસીબીની ઝપટમાં આવ્યાં છે.

એસીબીના જણાવ્યાં પ્રમાણે ફરિયાદીનો મોરબી તાલુકાના ઘુંટુ ગામે 4 વિઘાની જમીનમાં બિનખેતી થયેલો પ્લોટ આવેલો છે. જેમાં લાકડાની પ્લેટ બનાવવાનું યુનિટ ઉભું કરવાનું હોવાથી બાંધકામ કરવાની મંજૂરી માટે ઘુટું ગ્રામ પચાયતમાં અરજી કરી હતી. જેથી તલાટી કમ મંત્રી વિમલ સુંદરજીભાઈ ચંદ્રોલા અને ગામના સરપંચનો પતિ દેવજી હરખાભાઈ પરેચાએ રૂ. 50,000ની લાંચ માગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી મોરબી એસીબીમાં ફરિયાદ આપતા પીઆઈ એમ.એમ. લાલીવાલાએ ઘુટું ગ્રામ પંચાયતની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યાર પછી તલાટી કમ મંત્રી વિમલે લાંચની રકમ સ્વીકારી હતી. તે સાથે જ એસીબીની ટીમે વિમલ અને સરપંચ પતિ દેવજીભાઈને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લીધા હતા.

બીજા દેવભૂમિ દ્વારકાના કેસમાં ફરિયાદીએ રોજગાર અર્થેની મનરેગા યોજનાની વિવિધ પ્રકારની આશરે 266 યોજનાઓ પૈકી વાઢિયા ઘાસની વાવણી કરવા ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા સહાયના રૂ. 23,000 મંજૂર કરાયા હતા. જેમાંથી રૂ.14,000ની ચૂકવણી ફરિયાદીને કરી આપી હતી. બાકી રહેલી રૂ. 9000ની સહાયની ચૂકવણી માટે ફરિયાદીએ ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે નોકરી કરતાં મિહીર વી. બારોટનો સંપર્ક કરતાં તેણે સહાયની બાકી રહેતી ચૂકવણી માટે રૂ. 3500ની લાંચ માગી હતી. લાંચની રકમ સ્વીકારતા તેઓ એસીબીના છટકામાં સપડાયા હતા.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter