હિઝબુલ્લાની હુમલાની યોજના પર ઇઝરાયેલે ફેરવી નાખ્યું પાણી, લેબનોન પર કર્યા હવાઈ હુમલા, 48 કલાકની ઇમરજન્સી જાહેર

11:03 AM Aug 25, 2024 | gujaratpost

(Photo: AFP)

Isreal Hamas War: હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા 10 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયેલ અને લેબેનોનના હિઝબુલ્લાહ વચ્ચે પણ ભયાનક યુદ્ધ ફાટી નીકળે તેવું લાગે છે. ઈઝરાયેલે રવિવારે સવારે દક્ષિણ લેબનોનમાં અનેક હવાઈ હુમલા કરી નાખ્યાં હતા. હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતુ, તે પહેલા જ ઇઝરાયેલની સેનાએ જોરદાર જવાબ આપ્યો છે. આ હુમલો ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટોને પાટા પરથી ઉતારી શકે છે.

મીડિયા અહેવાલો અનુસાર, હિઝબુલ્લાએ પહેલા ઇઝરાયેલ તરફ શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલા કર્યાં હતા. આ હુમલામાં ઈઝરાયેલની સરહદની અંદર સ્થિત ઘણા મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. લેબનોનમાં હવાઈ હુમલાથી ફ્લાઈટ્સ સૌથી વધુ પ્રભાવિત થઈ છે અનેક લોકોનાં મોત થયાની પણ ખબર આવી રહી છે.

સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે ઘરેલુ મોરચે ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. ઇઝરાયેલી દળોએ લેબનોનમાં હુમલા કર્યાં પછી રવિવારે સવારે 6 વાગ્યાથી 48 કલાકની દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.

ઈરાન સમર્થિત જૂથ ગયા મહિને ઈઝરાયેલ દ્વારા ટોચના કમાન્ડરની હત્યાનો બદલો લેવાનો દાવો કરી રહ્યું છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે હિઝબુલ્લાહ પર રોકેટ અને મિસાઇલો વડે હુમલો કરાયો છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇજિપ્ત હમાસ વિરુદ્ધ ઇઝરાયેલના યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી મંત્રણાના નવા રાઉન્ડનું આયોજન કરી રહ્યું છે, જે હવે તેના 11મા મહિનામાં છે. હિઝબુલ્લાહે કહ્યું છે કે જો યુદ્ધવિરામ થાય તો તે લડાઈ બંધ કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526