ભારત પર અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાનું ષડયંત્ર કરવાનો લગાવ્યો આરોપ, ટ્રુડોએ કહ્યું- ભારતે આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર- Gujarat Post

11:45 AM Nov 30, 2023 | gujaratpost

વોશિંગ્ટનઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત પર શાબ્દીક હુમલો કર્યો છે. ટ્રુડોએ કહ્યું કે અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ભારત સરકારના એક અધિકારીએ અમેરિકામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જે નિષ્ફળ રહ્યું. ભારતે કેનેડાના આ આરોપોને ગંભીરતાથી લેવાની જરૂર છે. કેનેડાએ જૂનમાં વાનકુવરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. તેના લગભગ બે મહિના પછી અમેરિકાએ આરોપો લગાવ્યાં છે.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય મૂળના અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક ભારતીય વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાએ જેની સામે કેસ દાખલ કર્યો છે તેનું નામ નિખિલ ગુપ્તા ઉર્ફે નિક છે. અમેરિકી મીડિયાએ તાજેતરમાં એક અહેવાલમાં દાવો કર્યો હતો કે ખાલિસ્તાની સમર્થક ગુરુપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

યુએસ દસ્તાવેજ અનુસાર, નિખિલ ગુપ્તાને મે 2023માં જ એક સરકારી અધિકારી દ્વારા ષડયંત્રમાં સામેલ કરવામાં આવ્યો હતો. નિખિલ ગુપ્તાએ યુએસમાં અન્ય એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે ભારતીય મૂળના અમેરિકન નાગરિકની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હોવાનું માનવામાં આવે છે. જૂનમાં નિખિલ ગુપ્તાએ કોન્ટ્રાક્ટ કિલર સાથે જે વ્યક્તિની હત્યા કરવાની હતી તેની માહિતી શેર કરી હતી.

આ કેસમાં હરદીપ સિંહ નિજ્જરનું નામ પણ છે, જેની કેનેડામાં ગત જૂનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દસ્તાવેજો અનુસાર, નિખિલ ગુપ્તાએ હત્યા કરનાર વ્યક્તિને કહ્યું હતું કે નિજ્જર પણ તેનો ટાર્ગેટ હતો અને અન્ય ઘણા લોકો પણ તેના નિશાને છે. નિખિન ગુપ્તાએ 30 જૂને ચેક રિપબ્લિકની મુલાકાત લીધી હતી, જ્યાં ચેક રિપબ્લિક પોલીસે તેની ધરપકડ કરી હતી અને યુએસને હવાલે કર્યો હતો. જો કે ભારતના વિદેશ મંત્રાલયે આ તમામ આરોપ ફગાવી દીધા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post