ક્રિકેટના રંગો....ભારત-પાક મેચને લઈને સ્ટેડિયમ જતા રસ્તાઓ પર કિડિયારું ઉભરાયું, હોમ-હવનનું પણ આયોજન

11:50 AM Oct 14, 2023 | gujaratpost

અમદાવાદઃ એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા જ કલાકોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મહા મુકાબલો શરૂ થશે. મુંબઈથી બે ટ્રેનોમાં પણ ક્રિકેટ રસિકો આજે સવારે આવી પહોંચ્યાં હતા. હાલ તમામ માર્ગો પર ક્રિકેટ રસિયાઓનું કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો છે. બીઆરટીએસ, એએમટીએસમાં પણ ભીડ જોવા મળી રહી છે. દેશમાં ઘણી જગ્યાએ ભારતની જીત માટે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રિકેટ ગ્રાઉન્ટ પર હજારો લોકો પહોંચી રહ્યાં છે. લોકોના ચહેરા પર ક્રિકેટનો જોશ દેખાઇ રહ્યો છે, અહીં ક્રિકેટના અનેક રંગો જોવા મળ્યાં છે, બાળકોથી માંડીને મોટા લોકોની ભીડ જોવા મળી રહી છે.

વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 11 મેચ રમાઈ છે. તેમાંથી ટોસ જીતનાર ટીમે આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીતીને માત્ર ન્યુઝીલેન્ડ (બે વખત) અને બાંગ્લાદેશ મેચ જીતવામાં સફળ રહી છે. બાકીની મેચોમાં ટોસ હારનાર ટીમ જીતી ગઈ હતી. તે જ સમયે, અમદાવાદમાં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં એક મેચ રમાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઘણું દબાણ હોય છે અને જૂના આંકડાઓથી કોઈ ફરક પડતો નથી. જે પણ ટીમ દબાણને તેમના પર સવાર નહીં થવા દે, તે ટીમની જીતવાની તકો વધી જશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post