ટ્રમ્પની આંખોમાં હવે ભારત ખટકી રહ્યું છે, અમેરિકન રમતને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ. 8-10 પ્રતિ લિટર વધી શકે છે !

10:05 AM Jul 21, 2025 | gujaratpost

ટ્રમ્પ હવે રશિયાના માધ્યમથી પોતાની દુશ્મનાવટ કાઢી રહ્યું છે

વોંશિગ્ટનઃ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યાં છે. ત્યારથી વૈશ્વિક અર્થતંત્ર હચમચી ગયું છે. ક્યારેક તેઓ ટેરિફનું ચાબુક ચલાવે છે તો ક્યારેક તેઓ નવા ઓર્ડર પર ઓર્ડર જારી કરે છે. પોતાને વિશ્વના બોસ માનતા ડોનાલ્ડ ટ્રમ્પ રાજકારણી કરતાં વધુ ઉદ્યોગપતિ છે. જેઓ ટેરિફના ત્રાસ દ્વારા અન્ય દેશો સાથે સોદા કરીને અમેરિકાની તિજોરી ભરવા માંગે છે. ક્રેડિટ લૂંટવામાં નિષ્ણાંત ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો દાવો કરી રહ્યાં છે. તેમણે રશિયાને 50 દિવસમાં યુક્રેન સાથે યુદ્ધનો અંત લાવવાની ધમકી આપી છે.

જો કે, રશિયાએ ફરીથી પહેલાની જેમ તેમની ધમકીઓને અવગણી છે. ટ્રમ્પે પોતાની ધમકીમાં સ્પષ્ટપણે કહ્યું છે કે જો રશિયા 50 દિવસમાં યુદ્ધનો અંત નહીં લાવે તો તેને ભારે ટેરિફનો સામનો કરવો પડશે. રશિયા સાથે વેપાર કરતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. એ સ્પષ્ટ છે કે ટ્રમ્પની ધમકી પરોક્ષ રીતે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો માટે છે, જે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદે છે.

શું ટ્રમ્પની ધમકીથી પેટ્રોલ મોંઘુ થશે ?

રશિયા પાવર ગેમમાં ઝૂકવા તૈયાર નથી. જો યુદ્ધની સ્થિતિ ચાલુ રહે અને ટ્રમ્પ રશિયા પર સેકન્ડરી ટેરિફ લાદે તો તેલના ભાવમાં ફરક પડી શકે છે. ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદે છે. ભારત તેની જરૂરિયાતના 35-40 ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી આયાત કરે છે. જો ટ્રમ્પની ધમકીને કારણે રશિયામાંથી તેલની આયાત બંધ થાય છે, તો ભારતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. જો રશિયામાંથી સસ્તા તેલની આયાત બંધ થાય તો તેલ પુરવઠો ખોરવાઈ શકે છે.પુરવઠો ખોરવાશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધશે અને તેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીના મતે રશિયા વિશ્વના કુલ વપરાશના 10 ટકા તેલ પૂરું પાડે છે. જો આ ભાગ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો, બાકીના 90 ટકામાંથી આખી દુનિયાને તેલ ખરીદવું પડશે. સ્વાભાવિક છે કે, કિંમતો વધશે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 8 થી 10 રૂપિયા વધી શકે છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++