- ઈશાન કિશને આઈપીએલ 2025ની પ્રથમ સદી ફટકારી
હૈદરાબાદ: ક્રિકેટના મહાકુંભનો બીજો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. સનરાઈઝર્સ હૈદરબાદે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 286 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો.જેના જવાબ રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 242 રન બનાવી શકી હતી. સનરાઈઝર્સનો 44 રનથી વિજય થયો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઈશાન કિશને 47 બોલમાં અણનમ 106 રન બનાવ્યાં હતા. તેણે 11 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિડ હેડે 31 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાથી 67 રન બનાવ્યાં હતા. આમ ઇશાને આઇપીએલની આ સિઝનની પ્રથમ સદી ફટકારી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++