પોલીસે IIT બાબાને ગાંજો રાખવા બદલ ઝડપી લીધા, આત્મહત્યાની આપી હતી ધમકી

09:19 AM Mar 04, 2025 | gujaratpost

જયપુરઃ સોશિયલ મીડિયા પર IIT બાબા તરીકે જાણીતા અભય સિંહની પોલીસે જયપુરમાં અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસ સ્ટેશનનો સ્ટાફ રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચ્યો હતો અને આઈઆઈટી બાબાને કસ્ટડીમાં લીધા છે.

મળતી માહિતી મુજબ અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો છે. તેમની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલ પોલીસ IIT બાબાની પૂછપરછ કરી રહી છે.

પોલીસને માહિતી મળી હતી કે અભય સિંહ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેના પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે આઈઆઈટી બાબાને આ અંગે પૂછપરછ કરવામાં આવી તો તેમને તેમની પાસેથી ગાંજાના બંડલ કાઢીને પોલીસને બતાવ્યાં હતા.

Trending :

તેમણે કહ્યું, હું ગાંજાના પ્રભાવમાં હતો. જો મેં કંઈ કહ્યું હોય, તો મને તેની જાણ નથી. તેમની પાસેથી મળી આવેલા ગાંજાનું વજન 1.50 ગ્રામ હતું, જેને પોલીસે NDPS એક્ટ હેઠળ કબ્જે કર્યું છે, પોલીસે ગાંજો જપ્ત કરી લીધો છે અને NDPS એક્ટ હેઠળ IIT બાબા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++