Canada News: કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર બહાર હિન્દુઓ થયા એક્ત્ર, લગાવ્યાં જયશ્રી રામના નારા

10:19 AM Nov 05, 2024 | gujaratpost

Canda Hindu Temple: કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર લોકો એકઠા થઈ રહ્યાં છે. આ લોકોના હાથમાં ભારતીય તિરંગા છે, કેટલાક લોકોના હાથમાં ભગવા ઝંડા પણ જોવા મળ્યાં, લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યાં છે. મંદિરની બહાર લોકોની ભીડને જોતા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. આ મંદિરમાં ખાલિસ્તાનીઓએ હિંદુ શ્રદ્ધાળુઓ પર લાઠીચાર્જ કર્યો હતો, તેમનો પીછો કર્યો હતો અને માર માર્યો હતો. આ ઘટનાને લઈને ભારતીયોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં મંદિરમાં હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી હતી.

બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર વિરોધ કરી રહેલા કેટલાક લોકો ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યાં છે. કેનેડાના ઈતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ હિન્દુ મંદિરમાં ડાઉન વિથ ખાલિસ્તાનના આવા નારા લગાવવામાં આવ્યાં છે. તેના પરથી હિન્દુઓમાં કેટલો રોષ છે તેનો અંદાજ લગાવી શકાય છે. આ પહેલા સોમવારે પણ અનેક ભક્તો મંદિરની બહાર એકઠા થયા હતા અને જય શ્રી રામ અને બટેંગે તો કટંગેના નારા લગાવ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પરના હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું કે હિંસાના આવા કૃત્યો ક્યારેય ભારતના સંકલ્પને નબળો પાડશે નહીં. બ્રામ્પટનમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓની મંદિરની મુલાકાત દરમિયાન હિંસક અથડામણના એક દિવસ પછી, વડાપ્રધાન મોદીએ તેને ઇરાદાપૂર્વકનો હુમલો અને રાજદ્વારીઓને ડરાવવાનો કાયર પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે આશા પણ વ્યક્ત કરી કે કેનેડા સરકાર યોગ્ય કાર્યવાહી કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++