+

ACB ટ્રેપઃ મહિસાગરમાં નિવૃત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર 6,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

મહિસાગરઃ દિવાળીની રજાઓમા પણ લાંચિયાઓ લાંચ લેવાનુ છોડતા નથી, 58 વર્ષના માનાભાઇ મોતીભાઇ ડામોર, નિવૃત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફીસર રહે. ભુરીના મુવાડા ફળીયુ, ડીટવાસ તા-કડાણા જી- મહીસાગરને 6 હજાર રૂપિયાની લાંચ

મહિસાગરઃ દિવાળીની રજાઓમા પણ લાંચિયાઓ લાંચ લેવાનુ છોડતા નથી, 58 વર્ષના માનાભાઇ મોતીભાઇ ડામોર, નિવૃત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફીસર રહે. ભુરીના મુવાડા ફળીયુ, ડીટવાસ તા-કડાણા જી- મહીસાગરને 6 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા છે.

ટ્રેપનું સ્થળ: ભુરીના મુવાડા ફળીયુ, ડીટવાસ, તા-કડાણા, જી-મહીસાગર, આરોપીનું ઘર

આરોપી બે વર્ષ પહેલા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફીસરના હોદ્દા પરથી નિવૃત થયેલા હતા. હાલમા તેમનો પુત્ર હોમગાર્ડ કમાન્ડિંગ ઓફીસર તરીકે ફરજ બજાવ છે. પોતે હોદ્દા ઉપર ન હોવા છતા મનસ્વીપણે હોમગાર્ડની નોકરીની વહેચણી કરવી, નોકરીના સ્થળે કર્મચારી હાજર છે કે કેમ તેની ચકાસણી કરવી, હોમગાર્ડના માનદવેતનના ભથ્થાનું બીલ બનાવવાની કામગીરી તેમજ ફરિયાદીને નોકરીનો નજીકનો પોઇન્ટ આપવાની અને તેઓને નોકરીમા હેરાન નહીં કરવા આરોપીએ ફરીયાદી પાસે રૂ.6,000 ની લાંચની માંગણી કરેલી.

ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમને મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ગોઠવાયેલા લાંચના છટકામાં આરોપી આવી ગયો હતો, પંચની હાજરીમાં લાંચ લીધી હતી, ત્યારે જ આરોપીને એસીબીએ લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો હતો.

ટ્રેપિંગ અધિકારી: એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
મહીસાગરએ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ, ગોધરા એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter