રાત્રે 3 વાગ્યાની આસપાસ રોડ પર દારૂની ગાડી રોકવા ટીમ ઉભી હતી
ક્રેટા અને ટ્રેલરના ડ્રાઇવરે બેફામ હંકાર્યા વાહનો, ટ્રેલરના પાછળના ભાગે પોલીસની ગાડીની થઇ ટક્કર
બે પોલીસકર્મીઓ ઘાયલ, પીએસઆઇનું મોત
બુુટલેગરોએ વધુ એક પોલીસકર્મીની હત્યા કરી નાખી !
સુરેન્દ્રનગરઃ ફરજ પર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણનું મોત થઇ ગયું છે, દસાડાના કઠાડા પાસે બુટલેગરની ક્રેટા ગાડી રોકવા જતા પઠાણની ગાડી એક ટ્રેલરની પાછળ ઘૂસી ગઇ હતી અને તેમનું મોત થઇ ગયું હતુ.
રોડ પર જે.એમ.પઠાણ દારુ ભરેલી ક્રેટાનો પીછો કરી રહ્યાં હતા, તે દરમિયાન તેમની ગાડી એક ટ્રેલરના પાછળ ઘૂસી ગઇ હતી, અને તેમનું મોત થઇ ગયું હતુ, પઠાણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડી રહ્યાં છે, પાડોશી રાજ્યોમાંથી બુટલેગરો દારુ ગુજરાતમાં ઠલવી રહ્યાં છે અને વેંચી રહ્યાં છે, ઘણી ઘટનાઓમાં બુટલેગરોને કારણે પોલીસ કર્મીઓના જીવ જઇ રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકારે આ મામલે ગંભીર વિચારણા કરવી જોઇએ, જો સરકાર મક્કમ રીતે ઇચ્છે છે તો દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) November 5, 2024
ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે.
દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન… pic.twitter.com/7z9kVO1MEx