વોંશિગ્ટનઃ અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હિંદુ મંદિરો પર હુમલા થયા છે. ન્યૂયોર્કની ઘટનાને 10 દિવસ પણ વીત્યા નથી. હવે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. મંદિરની બહારના બોર્ડ પર હિંદુ વિરોધી ટીપ્પણીઓ લખવામાં આવી છે.
પોલીસ આ ગુનાની તપાસ કરી રહી છે
સેક્રામેન્ટો કાઉન્ટીના પોલીસ અધિકારીઓ હેટ ક્રાઇમની તપાસ કરી રહ્યાં છે. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર રેન્ચો કોર્ડોવા વિસ્તારમાં આર્મસ્ટ્રોંગ એવન્યું પર આવેલું છે. તે સેક્રામેન્ટો માથેર એરપોર્ટની ઉત્તરે સ્થિત છે. મંદિરની બહાર બોર્ડ પર 'હિન્દુ ગો બેક' લખ્યું હતું.
પાણીની લાઈન પણ કાપી નાખી છે
પાર્કિંગની સામેના સાઈન બોર્ડ પર ભારત સરકારનો ઉલ્લેખ કરતી કોમેન્ટ લખવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરોએ મંદિર સાથે જોડાયેલ પાણીની લાઇન પણ કાપી નાખી છે. આ હુમલા એવા સમયે થઈ રહ્યાં છે જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા. અમેરિકા અને કેનેડામાં હિંદુ મંદિરો પર આ પ્રકારના હુમલા ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યાં છે.
ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી
યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં CA 06 અને સેક્રામેન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા અમી બેરાએ X પર કહ્યું કે સેક્રામેન્ટો કાઉન્ટીમાં ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી. હું અમારા સમૂદાયમાં બર્બરતાના આ નિર્લજ્જ કૃત્યની સખત નિંદા કરું છું. આપણે બધાએ અસહિષ્ણુતા સામે ઊભા રહેવું જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા સમૂદાયમાં દરેક વ્યક્તિ ધર્મને ધ્યાનમાં લીધા વિના સુરક્ષિત અને સન્માનિત અનુભવે.
હિન્દુઓને પાછા જાવના સૂત્રો લખ્યાં
હિંદુ અમેરિકન ફાઉન્ડેશન જે માનવીય ગૌરવ, પરસ્પર આદર અને બહુલવાદને પ્રોત્સાહન આપે છે, તેણે હિંદુ મંદિરને નિશાન બનાવતા અપ્રિય ગુનાનો મુદ્દો ઉઠાવવા બદલ બેરીનો આભાર માન્યો હતો. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને ટ્વિટર પર કહ્યું, આભાર બેરા. આ તોડફોડ એ હિંદુ-વિરોધી નફરતનો અપરાધ છે, જેમાં એક હિંદુ મંદિરને નિશાન બનાવવું, હિંદુઓને ભારત સરકાર સાથે જોડતો અને હિંદુઓને ઘરે જવાનું કહેતો સંદેશ છે.
અગાઉ આ ઘટના 17 સપ્ટેમ્બરે બની હતી
આ પહેલા આ વર્ષે 17 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની હતી. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ BAPS સ્વામિનારાયણ મંદિરની તોડફોડની નિંદા કરી હતી અને તેને અસ્વીકાર્ય ગણાવી હતી. ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરના અનાદરની નિંદા કરી હતી અને સત્તાવાળાઓ પાસેથી જવાબદારીની માંગણી કરી હતી.
કોંગ્રેસ નેતાઓએ પણ દેશમાં નફરત અને હિંસાની વારંવારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રી થાનેદારે આ ધિક્કારપાત્ર કૃત્યની સખત નિંદા કરી અને ભાર મૂક્યો કે તોડફોડ, કટ્ટરતા અને નફરતના આવા કૃત્યોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526