આસામઃ પ્રચંડ જીત બાદ ફરીથી આસામમાં એનડીએની સરકાર બની છે, હિમંતા બિસ્વા શર્મા બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી બન્યાં છે. તેમણે સવારે 11.40 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા. હિમંતા સાથે ચાર ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. હિમંતાના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.
ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ શપથવિધીમાં પહોંચ્યાં હતા.
આ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા
- રામેશ્વર તેલી
- અતુલ બોરા
- ચંદન બોરો
- અજંતા નિઓગ
નોંધનિય છે કે આસામમાં 126 માંથી 82 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને ફરીથી અહીં ભાજપ-એનડીએની સરકાર બની છે.
Trending :