પાકિસ્તાનના ગોળીબારમાં જુદી જુદી બોર્ડર પર 15 નાગરિકોનાં પણ મોત
હરિયાણાઃ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 5 ફિલ્ડ રેજિમેન્ટના લાન્સ નાયક દિનેશ કુમાર શર્મા શહીદ થયા છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, હરિયાણાના પલવલના મોહમ્મદપુર ગામના રહેવાસી 32 વર્ષીય જવાન દિનેશ શર્મા નિયંત્રણ રેખા પર ફરજ પર હતા. પાકિસ્તાની સેનાએ બુધવારે જમ્મુ- કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીકના ગામોને નિશાન બનાવીને ભારે તોપમારો અને મોર્ટાર શેલ છોડ્યા હતા. આ ગોળીબારમાં લાન્સ નાયક દિનેશ કુમાર શહીદ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
સીએમ નાયબ સૈનીએ શ્રદ્ધાંજલિ આપી
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ શહીદ સૈનિકને શ્રદ્ધાંજલિ આપી છે. સીએમ સૈનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ઓપરેશન સિંદૂર પછી, આજે સવારે જમ્મુના પૂંછમાં, ભારત માતાના બહાદુર સપૂત, હરિયાણાના પલવલના પુત્ર, જવાન દિનેશ કુમાર શર્માએ પાકિસ્તાન તરફથી થતા ગોળીબારનો બહાદુરીથી સામનો કરતા પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. દેશના દરેક નાગરિકને તમારી શહાદત પર ગર્વ છે. આ દેશ તમારા બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. આ શહીદીને મારા સલામ.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હેબતાઈ ગયું છે અને સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. ભારતીય સેના પણ પાકિસ્તાનના ગોળીબારનો જવાબ આપી રહી છે. સરહદ પાર પાકિસ્તાનને પણ મોટું નુકસાન થયું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++