(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો, ફોટો અને પોસ્ટ વાયરલ થાય છે. તેમાંથી કેટલાક ફોટા, વીડિયો અને પોસ્ટ ખોટા દાવા સાથે અપલોડ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટા, વીડિયો અને પોસ્ટને સાચા માને છે અને તેમની ટાઈમલાઈન પર શેર કરે છે. કોલકત્તાની મહિલા ડૉક્ટર કે જેમની સાથે બળાત્કાર થયો હતો અને બાદમાં હત્યા થઇ હતી, તેમનો છેલ્લી ક્ષણોનો એક વીડિયો હોવાનો દાવો કરાયો છે. જ્યારે અમે હકીકત તપાસી ત્યારે સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું.
કોલકત્તાના એક ડૉક્ટર બળાત્કાર-હત્યા પીડિતાની અંતિમ ક્ષણો હોવાનો દાવો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાતી છોકરી 31 વર્ષીય ડોક્ટર હોવાનું કહેવાય છે જેની સાથે બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. વીડિયોમાં દેખાતી યુવતીના ચહેરા અને ગરદન પર ઈજાના નિશાન જોઈ શકાય છે. વીડિયોને પીડિતાનું નામ તેના અંતિમ શ્વાસ પહેલા તેની માતાને" કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો X સહિત અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. ફેક્ટ ચેક દરમિયાન આ વાયરલ વીડિયો એક મેક-અપ આર્ટિસ્ટનો હોવાનું સામે આવ્યું છે.
જેણે મનોરંજનના ભાગરૂપે ચહેરા અને ગરદન પર ઈજાના નિશાન બનાવવા માટે મેક-અપનો ઉપયોગ કર્યો હતો.જ્યારે અમે ગુગલમાં રિવર્સ સર્ચ કર્યું તો અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા મેકઅપ આર્ટિસ્ટ છે. તપાસ પર અમને એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મળી જે ઝીનત રહેમાન નામના મેકઅપ આર્ટિસ્ટને આભારી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો કોલકત્તા રેપ-હત્યા પીડિતાનો નથી. આવી સ્થિતિમાં લોકોને આવા ભ્રામક સમાચારોથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/