PM Vidyalakshmi યોજના: પીએમ વિદ્યાલક્ષ્મી શિક્ષણ લોન યોજના ઉચ્ચ શિક્ષણનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે જીવનરક્ષક સમાન છે. કેન્દ્ર સરકારે દેશના લાખો વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સરળતાથી લોન આપવામાં આવી રહી છે. બેંક ઓફ બરોડા 7.10% ના વ્યાજ દરે પીએમ વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન આપી રહી છે.પંજાબ નેશનલ બેંક 7.50% ના વ્યાજ દરે લોન આપી રહી છે.
પીએમ વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોનમાં શું ખાસ છે ?
ગેરંટી અને કોલેટરલ વિના શિક્ષણ લોન ઉપલબ્ધ થશે: આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિક્ષણ લોન મેળવવા માટે કોઈ ગેરંટીની જરૂર રહેશે નહીં.
ઓનલાઈન અરજી સુવિધા: વિદ્યાર્થીઓ પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની મુલાકાત લઈને આ યોજના હેઠળ શિક્ષણ લોન માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે.
રૂ.7.5 લાખ સુધીની લોન ઉપલબ્ધ: વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખ સુધીની શિક્ષણ લોન આપવામાં આવશે, જેમાં સરકાર બેંકને 75 ટકા સુધીની ક્રેડિટ ગેરંટી આપશે.
3% વ્યાજ સબસિડીનો લાભ: જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 8 લાખ સુધીની છે, તેમને રૂપિયા 10 લાખ સુધીની લોન પર 3 ટકા વ્યાજ સબસિડી મળશે.
સંપૂર્ણ વ્યાજ સબસિડીનો લાભ: જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક રૂ 4.5 લાખ કે તેથી ઓછી છે તેમને શિક્ષણ લોન પર સંપૂર્ણ વ્યાજ સબસિડી આપવામાં આવશે.
લોન માટે શું પાત્રતા છે ?
મેરિટના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાત્ર છે: મેરિટ અથવા પરીક્ષાને આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ શિક્ષણ લોન માટે પાત્ર છે.
બધા આવક જૂથોના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે: આ યોજનામાં કૌટુંબિક આવક કોઈ અવરોધ નથી. બધી શ્રેણીના વિદ્યાર્થીઓ આ લોન માટે અરજી કરી શકે છે.
અભ્યાસક્રમ અને ફી મુજબ લોનની રકમ: વિદ્યાર્થી દ્વારા પસંદ કરાયેલા અભ્યાસક્રમની ફી મુજબ લોનની રકમ નક્કી કરવામાં આવે છે.
ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ જરૂરી છે: લોન ફક્ત ડિગ્રી અથવા ડિપ્લોમા પ્રોગ્રામ માટે જ મળશે.
લોન માટે કેવી રીતે અરજી કરવી ?
સૌ પ્રથમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પર જાઓ અને નોંધણી કરાવો.
હવે લોગિન કરો અને લોન અરજી વિભાગમાં જાઓ.
કોર્ષ અને સંસ્થાની વિગતો ભરો
બેંક પસંદ કરો
અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો
ફોર્મ સબમિટ કર્યા પછી, તમે પોર્ટલ પર જ તમારી અરજીની સ્થિતિ ટ્રેક કરી શકો છો.
લોન મંજૂરીની માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ થશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/