આટલા મંત્રીઓ ઘરભેગા થઇ શકે છે, યુવા ચહેરાઓને મળી શકે છે સ્થાન

11:55 AM Oct 16, 2025 | gujaratpost

મંત્રીમંડળ વિસ્તરણમાં કેટલાક મંત્રીઓ વિદાય લેવાની તૈયારીમાં

ભાજપ યુવા ચહેરાઓ પર દાવ લગાવશે

ભીખુસિંહ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, કુંવરજી હડપતિ, રાઘવજી પટેલનું પદ છીનવાઇ શકે છે 

ભાનુબેન બાબરિયા, કુબેર ડિંડોળ, પરસોત્તમ સોલંકી, મૂળુભાઇ બેરાને હટાવવામાં આવી શકે છે 

ગાંધીનગર: ભાજપ હાઈકમાન્ડે મંત્રીમંડળ વિસ્તરણને લીલીઝંડી આપતાં શપથવિધીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 16 સભ્યોના મંત્રીમંડળમાંથી ચાર કેબિનેટ મંત્રીઓ સહિત કેટલાક રાજ્યમંત્રીઓની વિદાય નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે મંત્રી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવીની પ્રમોશન મળી શકે છે. 

પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ ચૂંટણી બાદ, હવે બધાની નજર તેમના રાજ્ય સંગઠન પર છે. પરંતુ આ પહેલા ભાજપ હાઈકમાન્ડે ગુજરાત મંત્રીમંડળમાં મોટા ફેરબદલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

2027 પહેલા યુવા ચહેરાઓ પર દાવ લગાવવાની તૈયારી

2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર અને સંગઠનને મજબૂત બનાવવા માટે ભાજપ યુવા ચહેરાઓ પર દાવ લગાવવા માટે તૈયાર છે. ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ શુક્રવારે શપથ લેશે.  

કેબિનેટમાં સંભવિત નવા ચહેરા

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં જયેશ રાદડીયા,અર્જુન મોઢવાડીયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, હીરા સોલંકી, કેયુર રોકડીયા, સંજય કોરડીયા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, પ્રધ્યુમન વાઝા, શંકર ચૌધરી, બાલકૃષ્ણ શુક્લાનો સમાવેશ થઇ શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++