આવી રીતે વડોદરાના કોચિંગ સેન્ટરમાંથી પેપર કરાયું લિક, સરકારની બેદરકારીને કારણે લાખો ઉમેદવારો રસ્તાઓ પર

10:39 AM Jan 29, 2023 | gujaratpost

વડોદરાઃ રાજ્યમાં વર્ષોથી પેપરો ફૂટી રહ્યાં છે અને સરકાર તેના પર કોઇ પ્લાન જ નથી બનાવી રહી, વારંવાર પેપર લિકની ઘટનાઓથી લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યાં છે, આ વખતે પણ કલાકો પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લિક થયું અને ઉમેદવારોની આંખોમાં આંસુ આવી ગયા, આક્રોશ સાથે ઉમેદવારોએ પરીક્ષા આપ્યાં વગર ઘરે જવાનો વારો આવ્યો.

તેલંગાણાના પ્રેસમાંથી પેપર લિક કરાયું હોવાની આશંકા, બાદમાં વડોદરાના કૌભાંડીઓને મળ્યું પેપર 

વડોદરામાં બરોડા પ્રમુખ કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેકવાઇસ ટેક્નોલોજી નામના ક્લાસિસમાંથી પેપર લિક કરાયું હતુ. અગાઉ પણ આ કોચિંગ સેન્ટરમાંથી જ પેપર લિક કરાયા હોવાની આશંકા છે, એટીએસે અનેક લોકોને ઝડપી પાડ્યાં છે, જેમાં કોચિંગ સેન્ટરનો સંચાલક પણ છે. રાત્રે જ આ સેન્ટર પરથી કેટલાક ઉમેદવારોને પેપર મળ્યાં હોવાનું સામે આવ્યું છે. 

Trending :

ATS એ 15 લોકોને ઝડપી લીધા છે અને જુદી જુદી ટીમો દ્વારા તપાસ શરૂ કરાઇ છે.જેમાં હજુ અનેક લોકોની ધરપકડ કરાય તેવી શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post