ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન, વલસાડ અને બનાસકાંઠામાં લોકોમાં જોરદાર ઉત્સાહ

05:42 PM May 07, 2024 | gujaratpost

ગાંધીનગરઃ રાજ્યની 25 બેઠકો પર સવારથી મતદાન ચાલી રહ્યું છે, ત્રણ વાગ્યા સુધીમાં ચૂંટણીપંચના આંકડાઓ મુજબ સરેરાશ 47 ટકા મતદાન થયું છે, હજુ મતદાન મથકો પર લોકોની લાંબી લાઇનો છે, જેથી મતદાનનો આંકડો ઉપર જશે તે નક્કિ છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન થયું છે.

સૌથી વધુ વલસાડમાં 3 વાગ્યા સુધીમાં 58 ટકા મતદાન થયું છે, બનાસકાંઠામાં 55 ટકા, અમદાવાદ ઇસ્ટમાં 43 ટકા, અમદાવાદ વેસ્ટમાં 42 ટકા, અમરેલીમાં 37, આણંદમાં 52 ટકા, ભરૂચ 54, છોટાઉદેપુરમાં 54 ટકા, દાહોદમાં 46 ટકા, જૂનાગઢમાં 44 ટકા, મહેસાણામાં 48, સાબરકાંઠામાં 50 ટકા મતદાન નોંધાયું છે.

બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સામે ભાજપના રેખા ચૌધરી મેદાનમાં

કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વધુ મતદાન થયાનો અંદાજ

વલસાડમાં અનંત પટેલને સમર્થન મળી રહ્યું હોવાનો અંદાજ

બનાસકાંઠા અને વલસાડમાં મતદાન વધતા ભાજપની ચિંતા પણ વધી છે, આ બંને બેઠકો પર કોંગ્રેસ ભાજપને જોરદાર ટક્કર આપી રહી છે. ક્ષત્રિય સમાજના લોકો અને આદિવાસી મતદાતાઓ મતદાન માટે પહોંચી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526