+

જનતા રાજકીય પાર્ટીઓથી કંટાળી...ગુજરાતમાં નોટાને મળ્યાં 4.59 લાખથી વધુ મત, જાણો ક્યાં સૌથી વધુ પડ્યાં વોટ- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશમાં મંગળવારે લોકસભા ચૂંટણના પરિણામો જાહેર થયા હતા. જોકે ગુજરાતમાં એક ચોંકાવનારી વાત પણ સામે આવી હતી. અહીં 4.59 લાખથી વધુ મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. નોટાને મામલે એસટ

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશમાં મંગળવારે લોકસભા ચૂંટણના પરિણામો જાહેર થયા હતા. જોકે ગુજરાતમાં એક ચોંકાવનારી વાત પણ સામે આવી હતી. અહીં 4.59 લાખથી વધુ મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. નોટાને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. 2019 માં 31936 જ્યારે 2024 માં 34935 મતદારોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી.

નોટામાં અન્ય એક એસટી બેઠક છોટા ઉદેપુર 29655 સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ નોટામાં બારડોલી 25542 સાથે ત્રીજા, ભરૂચ 23283 સાથે ચોથા અને બનાસકાંઠા 22160 સાથે પાંચમાં સ્થાને હતું. જામનગરની બેઠકમાંથી સૌથી ઓછા 11 હજાર લોકોએ નોટા ઉપર પસંદગી ઉતારી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 400932 દ્વારા નોટા ઉપર પસંદગી ઉતારી હતી.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો ધરાવતી અમદાવાદ (પૂર્વ)ની સીટ પર સૌથી ઓછા મતદારોએ નોટાને મત આપ્યો હતો. અહીં માત્ર 10,503 લોકોએ નોટાને પસંદ કર્યુ હતું. જે બાદ જામનગરમાં 11,084, અમરેલીમાં 11,349 અને મહેસાણામાં 11,626 લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું. એટલે કે એવા પણ મતદારો છે જેમને ભાજપ કે કોંગ્રેસ કે આપ પસંદ નથી, તે લોકો કોઇને નહીં એટલે કે નોટાનું બટન દબાવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter