Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

03:43 PM Apr 16, 2025 | gujaratpost

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમચાર

ડીએમાં વધારો કરવાનો કેબિનેટમાં થયો નિર્ણય

છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો મળશે

1 જાન્યુઆરી, 2025થી મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય

છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો

સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

ગાંધીનગરઃ રાજ્ય સરકારના હજારો કર્મચારીઓને લઇને આનંદના સમાચાર સામે આવ્યાં છે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025 માં ડીએમાં વધારો કર્યો હતો, જે બાદ હવે ગુજરાત સરકારે પણ તેના કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે અને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરાયો છે.

કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને ફાયદો

ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે ટૂક સમયમાં જ અમલી બનશે, હાલમાં ગુજરાત સરકારના કર્મચારીઓને 53% DA મળે છે. જેમાં હવે વધારો કરાયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++