ગુજરાતમાં હવે ભાડા પટ્ટાની જમીન કાયમી થશે, મહેસૂલ વિભાગે જાહેર કર્યો નવો ઠરાવ- Gujarat Post

02:23 PM Apr 22, 2025 | gujaratpost

સીટી સર્વે વિસ્તારમાં વખતોવખતની જોગવાઈ/નીતિ હેઠળ ભાડાપટ્ટે અપાયેલી જમીનોને આ યોજના લાગુ પડશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મહેસુલ વિભાગે હવે ભાડાપટ્ટાની જમીનને કાયમી કરશે. આ ઠરાવ મુજબ સીટી સર્વે વિસ્તારના લાંબા અને ટૂંકાગાળા માટે ભાડાપટ્ટે આપેલી જમીન માટે હાલના કાયદેસરના ધારક પાસેથી રાહત કિંમત વસુલીને જમીનનો કાયમી નિકાલ કરવાનો રહેશે.

મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા 21 એપ્રિલ 2025ના રોજ અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટૂંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા ઠરાવ કારવામાં આવ્યો છે.

Trending :

આ ઠરાવ મુજબ હવે અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટુંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા આગાઉના ઠરાવમાં જોગવાઈઓના અર્થઘટન તથા તેના અમલીકરણમાં મુશ્કેલી પ્રવર્તતી હતી. જેથી આ નવા સંકલિત ઠરાવની જોગવાઈઓ બાબતે વિગતવાર અભ્યાસ કરી તેમાં જરૂરી સૂચનો અને સુધારા માટે ભલામણ આપવામાં આવી છે, જેમાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી.

આ સમિતિએ જોગવાઈઓમાં સુધારો કરવા વિવિધ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરી તથા તેની યોગ્ય સમીક્ષા કરીને અહેવાલ 1 જાન્યુઆરી 2025ના રોજ સરકારને સુપ્રત કર્યો હતો. જેમાં આવેલી ભલામણો અન્વયે લાંબાગાળા તથા ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલી સરકારી પડતર/ખરાબાની જમીનો અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા અંગેની બાબત સરકારની  વિચારણા હેઠળ હતી.

આ સુધારામાં ૩૦ વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે ભાડાપટ્ટે અપાયેલી સરકારી જમીનો, જેમાં તબદીલીપાત્ર હોય તથા પટ્ટાની અધિકૃત તબદીલી થઇ હોય તો અને જાહેર હરાજીથી એક કિંમતે આપેલ હોય તેમાં કિંમત પ્રવર્તમાન જંત્રી કિંમતના 15% જ્યારે માત્ર ભાડેથી જમીન આપેલી હોય તેવા કેસોમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 30% અને પટ્ટાના અનઅધિકૃતમાં તબદીલમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 25% (માત્ર ભાડેથી જમીન આપેલી હોય તેવા કેસોમાં જંત્રી કિંમતના 50% પ્રવર્તમાન) લેવામાં આવશે.

ઉપરાંત 7 વર્ષથી વધુ અને ૩૦ વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડાપટ્ટે અપાયેલી જમીનમાં અનધિકૃત તબદીલીમાં જાહેર હરાજીથી/એક કિંમત લઇને(ઉચ્ચક કિંમતે) ભાડાપટ્ટે આપેલ હોય તેવા કેસમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 20% અને માત્ર ભાડામાં 40% અને અનધિકૃત તબદીલીમાં જાહેર હરાજીથી/એક કિંમત લઇને(ઉચ્ચક કિંમતે) ભાડાપટ્ટે આપેલી હોય તેવા કેસમાં પ્રવર્તમાન જંત્રીકિંમતના ૩૦% અને માત્ર ભાડેથી આપેલ જમીન હોય તેવા કેસોમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 60% આપવાની રહેશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++