ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીઓ બાદ અને ખાસ કરીને રાજકોટના અગ્નિકાંડ બાદ હવે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા હોવાનું પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે, જેમાં નવા ચહેરાઓને સ્થાન મળશે અને જૂના કેટલાક મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે.
રાજકોટમાં ભાજપ 5 લાખની લીડ નહીં મેળવે: રૂપાણી
ક્ષત્રિય આંદોલનથી પરસોત્તમ રૂપાલાને નુકસાન થયું હોવાનો દાવો
આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. બધાની નજર ગુજરાત પર છે. ગુજરાતમાં ભાજપ 26 સીટ જીતીને હેટ્રિક કરશે કે નહીં તેને લઈ અટકળો થઈ રહી છે. દરમિયાના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું કે ચૂંટણી પરિણામો બાદ રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે. મંત્રીમંડળમાં 7થી8 નવા મંત્રી બનાવાય તેવી શક્યતા છે. ઉપરાંત સરકાર બોર્ડ નિગમોમાં ચેરમેન અને સભ્યોની પણ નિમણૂંક કરી શકે છે.
વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામો અને રાષ્ટ્રવાદને લઈને આ વખતે અમે 400 પાર જઇશું. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલનની અસર રહી છે પરંતુ ભાજપ તમામ 26 બેઠકો મેળવશે. સુરતની બેઠક પહેલા જ ભાજપ જીતી ચુક્યું છે. રાજકોટની બેઠક પણ અઢીથી ત્રણ લાખ મતોની લિડથી ભાજપ જીતશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/